મોટાભાગના હિન્દુ ઘરોમાં તુલસીનો છોડ જોવા મળે છે. તુલસીના છોડને ભગવાન કૃષ્ણનું એક સ્વરૂપ માનવામાં આવે છે. જે લોકો શ્રી કૃષ્ણને વધારે માનતા હોય તેમના ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે અને તેઓ કૃષ્ણની સાથે તુલસીની પણ પૂજા કરે છે.
ઘણા લોકો સાંજે તુલસીના ક્યારે દીવો પણ પ્રગટાવતા હોય છે. પરંતુ તુલસીનો છોડ દરેક લોકો માટે શુભ માનવામાં આવતો નથી. તુલસીનો છોડ વાવતી વખતે ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો તમે નિયમોનું પાલન કર્યા વગર તુલસીના છોડને ઘરે વાવો તો તે તમને નુકસાન પણ પહોંચાડી શકે છે.
ભગવાન વિષ્ણુની પૂજામાં તામસિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. ભગવાન વિષ્ણુની પૂજા રાજસિક અથવા શાંતિથી કરવામાં આવે છે. જે લોકો માંસનું સેવન કરે છે તેવા લોકોએ તુલસીનો છોડ તેમના ઘરમાં રાખવો જોઈએ નહીં.
વિષ્ણુ ભક્તો દારૂ પિતા નથી. જે લોકો દારૂ પીવે છે અને તેને ઘરમાં રાખે છે, તેવા લોકોએ પણ તુલસીના છોડને ઘરમાં ન રાખવો જોઈએ. તુલસી આવા લોકોને નુકસાન પોહ્ચાડે છે કારણ કે તુલસી એ પરમ વૈષ્ણવ છે. જો તમે આ નિયમોનું પાલન કરી શકતા નથી, તો તમારા ઘરમાં તુલસીનો છોડ રાખવો ન જોઈએ.
ક્યારેય પણ તુલસીના છોડને દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ કારણ કે આ દિશામાં રાખેલ તુલસી હંમેશા ખરાબ પરિણામ જ આપે છે. તુલસીને હંમેશા ઉત્તર દિશામાં જ વાવવા જોઈએ, જેને બુધની દિશા માનવામાં આવે છે.
તુલસીનું ક્યારેય પણ જમીનમાં વાવેતર ન કરવું જોઈએ. તુલસીના છોડને હંમેશા કુંડામાં જ વાવવો જોઈએ. જમીનમાં તુલસીને વાવવાથી તે ખરાબ પરિણામ આપે છે. જેની અસર ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર થાય છે.
તુલસીને કયારેય પણ દક્ષિણ-પૂર્વ અથવા ઉતર-પશ્ચિમ દિશામાં વાવવા જોઈએ નહિ. આ દિશામાં વાવેલો તુલસીનો છોડ પૈસાની સમસ્યાઓ ઉભી કરે છે અને ઘરમાં ધન લાભ ઓછો થવા લાગે છે.
તુલસીના છોડને ક્યારેય દક્ષિણ-પશ્ચિમ દિશાના ખૂણા પર ન વાવવો જોઈએ. આ દિશામાં વાવેલો તુલસીનો છોડ અશાંતિ આપે છે.
તુલસીના છોડ ક્યારેય પણ છત પર રાખવો જોઈએ નહીં. તુલસીના છોડને છત પર રાખવાથી વ્યક્તિના જીવનમાં માનસિક તણાવ થાય છે.
તુલસીના છોડને હંમેશા ઘરના આંગણા, મધ્યમાં અથવા ઉત્તર-પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવો જોઈએ. આ દિશાને ભગવાનની દિશા માનવામાં આવે છે. આવી જગ્યાએ વાવેલો તુલસીનો છોડ ખૂબ જ શુભ પરિણામ આપે છે.
રવિવારના દિવસે તુલસીની પૂજા ન કરવી જોઈએ કે તુલસીના પાન તોડવા જોઈએ નહીં. અન્ય દિવસોમાં પણ, તુલસીના પાનને સુર્તાસ્ત પછી તોડવા જોઈએ નહીં.