તુલસીના છોડ ઘરના ક્યાં ખુણામાં માનવામાં આવે છે શુભ, જાણો વાસ્તુ અને ધાર્મિક મહત્વ

745

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખુબ જ પૂજનીય અને આસ્થાનું પ્રતીક માનવામાં આવ્યું છે. હિન્દુ ધર્મને માનનારા લોકોના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોય છે અને પ્રત્યેક દિવસ પૂજા કરવામાં આવે છે. તુલસીના પાનનો ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસી પૂજનીય હોવાની સાથે તેમાં ઔષધીય ગુણ પણ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે વાસ્તુ અને ધર્મ શાસ્ત્રોના અનુસાર, તુલસીની પૂજા અને આ છોડને લગાવવાની અને રાખવાની દિશા કઈ હોવી જોઈએ. આવો જાણીએ આ વિશે કેટલાક નિયમ…

તુલસીના છોડ વિશે આટલુ રાખશો ધ્યાન, તો જીવનમાં સુખ-સમૃદ્ધિ સાથે મળશે સન્માન - Sandesh

વાસ્તુ અનુસાર, ઘરમાં તુલસીના છોડ માટે ઉત્તર, ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશા શુભ માનવામાં આવી છે. આ દિશાઓમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. પરંતુ ધ્યાન રાખો તુલસીના છોડ ઘરના દક્ષિણી ભાગમાં ન લગાવવો જોઈએ, આથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.

તુલસીને ઘરમાં લગાવવાના ઘણાં ફાયદા થાય છે, માનવામાં આવે છે કે આથી પારિવારીક ઝઘડા ઘટવા લાગે છે. ધન લાભ માટે સવારે ઉઠીને તુલસીના અગિયાર પાન તોડી લો. નોકરી તેમજ વ્યવસાયમાં પ્રગતિ માટે ગુરૂવારે તુલસીના છોડ પીળા કપડામાં બાંધીને, ઓફિસ અથવા દુકાનમાં રાખો. આમ કરવાથી વ્યવસાય વધશે અને નોકરીમાં પ્રમોશન પણ થઈ જશે.

જો તમારા ઘરમાં આ જગ્યા પર રાખશો તુલસીનો છોડ તો થશે સુખ સમૃદ્ધી અને ધન નો વરસાદ - જાણવા જેવું.કોમ

તુલસીના છોડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થાય છે, આ માટે રોજ સાંજના સમય દિવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. તેમનાથી ઘરમાં ફેલાય રહેલી નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થાય છે. તુલસીના પાનનું નિયમિત સેવન કરવાથી શરીરમાં ઉર્જાનો પ્રવાહ રહે છે અને વ્યક્તિની આયુષ્ય વધે છે. સંક્રમણ રોગોથી છુટકારો માટે તુલસી ખૂબ કારગર ઉપાય છે.

ધનના દેવતા કુબેરની સ્થાપના કરી તેની સામે આ દિશામાં મુકો તિજોરી અને પાણીની ટાંકીમાં મુકો ચાંદીનો કાચબો, પછી જુઓ ચમત્કાર

તુલસીનું ધાર્મિક મહત્વ
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તુલસીના પાનને રવિવારે, એકાદશી અને ગ્રહણ વાળા દિવસે ભૂલથી પણ ન તોડવી જોઈએ. ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની કોઈ પણ પૂજા તુલસી દળના વિના પૂરી નથી માનવામાં આવતી. તેમજ હનુમાનજીને પણ ભોગમાં તુલસી દળ ખૂબ જ પ્રિય હોય છે. પુરાણોમાં જણાવવામાં આવે છે કે મૃત્યુના સમય ગંગાજળ સાથે તુલસીના પાન લેવાથી આત્માને શાંતિ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

જો તમારા ઘરમાં આ જગ્યા પર રાખશો તુલસીનો છોડ તો થશે સુખ સમૃદ્ધી અને ધન નો વરસાદ - જાણવા જેવું.કોમ

પૂજામાં ક્યારેય પણ તુલસીના પાન અને ગંગાજળને વાસી નથી માનવામાં આવતાં. આ બંને વસ્તુ કોઈપણ પરિસ્થિતિમાં વાસી અને અપવિત્ર નથી માનવામાં આવતી. માનવામાં આવે છે કે જે ઘરોમાં રોજ તુલસીની પૂજા થાય છે અહી ક્યારે યમદૂત પ્રવેશ નથી કરતાં. તેમની સાથે જ ઘરની સુખ-સમૃદ્ધિ બની રહે છે.

Previous articleવારંવાર જો બ્લડ પ્રેશર થાય છે ઓછું તો અપનાવો આ સરળ ઘરેલુ નુસ્ખા, તાત્કાલિક જોવા મળશે ફરક
Next articleબધાં લોકોએ અચૂક ધ્યાન રાખવા જોઈએ આચાર્ય ચાણક્યના આ 10 વિચાર, મુશ્કેલ સ્થિતિમાં દેખાડશે યોગ્ય માર્ગ