Homeધાર્મિકઅધિક મહિનામાં આ પાંચ ઉપાય કરવાથી, તમારી બધી મનોકામનાઓ થશે પૂર્ણ..

અધિક મહિનામાં આ પાંચ ઉપાય કરવાથી, તમારી બધી મનોકામનાઓ થશે પૂર્ણ..

અધિક મહિનાને પુરુષોત્તમ મહિનો કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુ આ મહિનાના સ્વામી છે. તેથી, અધિક મહિનામાં તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરનારને ઘણાં ફળ પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતા એ છે કે આ વિશ્વના પાલનહાર સાથે સંબંધિત કેટલાક વિશેષ ઉપાય કરવાથી, લોકોની ઈચ્છાઓ પૂરી થાય છે.

પુરુષોત્તમ મહિનામાં બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. અને ગાયત્રી મંત્રનો પદ્ધતિસર રીતે જાપ કરવો જોઈએ. જો આ ઉપાય પરણિત સ્ત્રીઓ કરે, તો તેમના પતિનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તે લાંબુ આયુષ્ય જીવે છે.

મલમાસમાં તુલસીના છોડની પૂજા જરૂર કરવી જોઈએ. સવારે અને સાંજે તુલસીના છોડમાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો જોઈએ. તે પછી ॐ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે તુલસીનું 11 વાર પરિભ્રમણ કરવું. આ ઉપાય કરવાથી ઘરમાં શાંતિ અને સુખ બની રહે છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવતી નથી.

અધિક મહિનાઓમાં નિયમિત રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. પુરુષોત્તમ મહિનામાં ગુરુવારે સફેદ મીઠાઈ અથવા ખીર ચડાવવી જોઈએ. પરંતુ ધ્યાનમાં રાખવું કે તેમાં તુલસીના પાન નાખવાના ભૂલાય નહી. આમ કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દીથી પ્રસન્ન થાય છે.

પુરુષોત્તમ માસમાં પીળા રંગના કપડા, પીળા ફાળો અને અનાજ સૌ પ્રથમ ભગવાન વિષ્ણુને અર્પણ કરવા જોઈએ, પછી આ બધી જ વસ્તુઓ જરૂરીયાત લોકોને દાનમાં આપવું. આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવતી નથી.

અધિક મહિના દરમિયાન, સાત છોકરીઓને ઘરે બોલાવી અને તેમને જમાડવી જોઈએ. ભોજનમાં ખીરનો પ્રસાદ જરૂર બનાવો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી, વ્યક્તિની ઇચ્છા થોડા દિવસોમાં જ પૂર્ણ થાય છે, અને નોકરીમાં આવતી સમસ્યાઓ પણ દૂર થાય છે.

મલમાસમાં ભગવાન વિષ્ણુની પ્રશંસા કરવાનો શ્રેષ્ઠ ઉપાય વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનું પાઠ માનવામાં આવે છે. જ્યોતિષીઓનું માનવું છે કે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રના પાઠથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments