આદુને આયુર્વેદિક ઔષધિ કહેવામાં આવે છે. ડોક્ટર પણ શિયાળામાં આદુનું સેવન કરવાની સલાહ પણ આપે છે. ઠંડા હવામાનમાં ગરમી આપનાર આ ઔષધિ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. આદુનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં ખાસ કરીને ચામાં થાય છે. ઘણા લોકોને આદુ વાળી ચા પીવાની ટેવ હોય છે. આદુ વાળી ચા માથાનો દુખાવો પણ દૂર કરે છે. શું તમે જાણો છો કે, આદુનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, અને તે કેન્સર જેવા જીવલેણ રોગોથી પણ રક્ષણ આપે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.
પાચન ક્રિયાને તંદુરસ્ત રાખે છે :-
શરદી અને ઉધરસથી લઈને માથાના દુખાવાની સમસ્યામાં આદુ ફાયદાકારક છે એ તો તમે જાણતા જ હશો પરંતુ, આજે અમે તમને આદુના અન્ય ફાયદાઓ વિશે જણાવીશું. આદુનું પાણી પીવાથી તમારી પાચક શક્તિ યોગ્ય રહે છે અને તે ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે :-
કોરોના રોગચાળા દરમિયાન ડોકટરો રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવાની સલાહ આપે છે. આદુનું પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત, તે શરદી અને ઉધરસથી પણ રાહત આપે છે અને ચેપી રોગોનું જોખમ ઘટાડે છે.
વજન ઘટાડવામાં ફાયદાકારક છે :-
આદુનું પાણી વજન ઓછું કરવા માટે પણ ફાયદાકારક છે. આદુ પાણીનું નિયમિત સેવન કરવાથી શરીરની વધુ પડતી ચરબી ઓછી થાય છે, જે વજન ઘટાડવા માટે ફાયદાકારક છે.
ત્વચા માટે પણ ફાયદાકારક છે :-
આદુનું પાણી તમારી ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આદુનું પાણી નિયમિત પીવાથી લોહી શુદ્ધ રહે છે, જેની ત્વચા પર સકારાત્મક અસર પડે છે અને ચહેરાની ગ્લો વધે છે. આ સાથે, તે ત્વચાના ચેપી રોગ અને ખીલ જેવી સમસ્યાઓથી પણ બચાવે છે.
કેન્સર નિવારણ :-
આદુમાં એવા તત્વો પણ હોય છે જે કેન્સર જેવા સેલ્યુલર રોગો સામે લડવામાં અસરકારક છે. એવું કહેવામાં આવે છે કે, આદુ કેન્સર જેવી ગંભીર બીમારી મટાડવામાં મદદરૂપ છે, આદુનું પાણી પીવાથી કોષના જીવલેણ રોગ થતા નથી.