Homeખબરસામે પારથી પાકિસ્તાન આવે કે ચીન; હવે તેની ખેર નથી... પોરબંદર દરિયા...

સામે પારથી પાકિસ્તાન આવે કે ચીન; હવે તેની ખેર નથી… પોરબંદર દરિયા કાંઠે મુકાયા એડવાન્સ લાઈટ વેઈટ હેલિકોપ્ટર

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારાની સુરક્ષાના કારણે ચર્ચામાં છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા વધારવામાં આવશે. કારણ કે કોસ્ટગાર્ડની ટીમમાં એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર નો સમાવેશ કરવામાં આવ્યો છે. કોસ્ટ ગાર્ડના ચીફ ડાયરેક્ટર જનરલના હસ્તે કોસ્ટ ગાર્ડને ચાર હેલિકોપ્ટર સોંપવામાં આવ્યા છે.

સ્વદેશી હેલિકોપ્ટર ગુજરાતના દરિયાનું રક્ષણ કરશે
ગુજરાત કોસ્ટગાર્ડ હવે વધુ મજબૂત બનશે. કારણ કે તેમાં સ્વદેશી ALH Mk III હેલિકોપ્ટર સામેલ છે. દરિયાઈ દેખરેખના ક્ષેત્રમાં સરકારના “આત્મનિર્ભર ભારત”ના વિઝનને અનુરૂપ સ્ક્વોડ્રનની તૈનાત એ સર્ચ અને બચાવ માટે કોસ્ટ ગાર્ડની એક મોટી છલાંગ છે.

આ હેલિકોપ્ટરની વિશેષતાઓ
ALH MK III હેલિકોપ્ટર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. જેમાં અદ્યતન રડાર સહિતના આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર્સ, પાવર એન્જિન, ફુલ ગ્લાસ કોકપિટ, હાઈ ઈન્ટેન્સિટી સર્ચ લાઈટ, એડવાન્સ કોમ્યુનિકેશન સિસ્ટમ, ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ અને સર્ચ એન્ડ રેસ્ક્યૂ હેમરથી પણ સજ્જ છે. આ વિશેષતાઓ તેમને દિવસ અને રાત બંને સમય જહાજોમાંથી સંચાલન કરતી વખતે દરિયાઈ જાસૂસી તેમજ વ્યાપક શોધ અને બચાવ કામગીરી હાથ ધરવા સક્ષમ બનાવે છે. ગંભીર રીતે બીમાર દર્દીઓને બહાર કાઢવાની સુવિધા આપવા ઉપરાંત, એરક્રાફ્ટ તેની ભૂમિકાને ભારે મશીનગન સાથેના આક્રમક પ્લેટફોર્મ પરથી તબીબી સઘન સંભાળ એકમ સાથે સૌમ્ય પ્લેટફોર્મ પર બદલવાની ક્ષમતા ધરાવે છે.

ગુજરાતને ચાર હેલિકોપ્ટર મળ્યા
અત્યાર સુધીમાં, 13 ALH Mk-III એરક્રાફ્ટને તબક્કાવાર ભારતીય કોસ્ટ ગાર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે અને તેમાંથી ચારને પોરબંદર ખાતે તૈનાત કરવામાં આવ્યા છે. તેની શરૂઆતથી કુલ 1,200 કલાકથી વધુ ઉડાન ભરી છે અને દીવના દરિયાકાંઠે પ્રથમ રાત્રિ શોધ અને બચાવ મિશન સહિત સંખ્યાબંધ ઓપરેશનલ મિશન હાથ ધર્યા છે. તેનું સંચાલન યુનિટ કમાન્ડન્ટ સુનીલ દત્ત કરે છે.

પોરબંદર ખાતે ALH MK-III સ્ક્વોડ્રનની તૈનાતી ગુજરાતના સંવેદનશીલ વિસ્તારોમાં ભારતીય કોસ્ટ ગાર્ડની ક્ષમતાઓને મોટો વેગ આપશે. ગુજરાતની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત કરવા માટે લેવામાં આવેલા મોટા પગલાના ભાગરૂપે, ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક વી.એસ. પઠાનિયા, PTM, TM દ્વારા એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) Mk III સ્ક્વોડ્રન તૈનાત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પોરબંદર અને ગુજરાત પ્રદેશના વિવિધ લશ્કરી અને નાગરિક મહાનુભાવોએ હાજરી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments