ભારતના મોટાભાગના લોકો ગામડું છોડીને શહેર અને વિદેશમાં કામ કરવાનું સપનું જોતા હોય છે. પરંતુ એક ભારતીયએ વિદેશથી પાછા ફરીને પોતાના ગામમાં ખેતી કામ શરૂ કર્યું છે અને બે વર્ષમાં કમાણી કરવાનું શરૂ કરી દીધું છે. આ સમાચાર વાંચીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
યુએસએમાં લાખોની નોકરી છોડ્યા બાદ સોફ્ટવેર એન્જિનિયર પાછા ભારત પાછા આવ્યા અને તેમના ગામમાં મકાઈની ખેતી કરે છે. કર્ણાટકના કાલાબુરાગી જિલ્લાના શેલાગી ગામના રહેવાસી “સતીષ કુમારે” અમેરિકામાં એન્જિનિયરની નોકરી છોડી દીધી, અને પોતાના ગામમાં આવીને ખેતી કરે છે.
સોફટવેર એન્જિનિયર સતીષ કુમાર બે વર્ષ પહેલા અમેરિકાથી પાછા આવ્યા હતા અને આજે તે તેના ગામમાં ખેતી કરી રહ્યા છે. એક ઇન્ટરવ્યુમાં સતીશે કહ્યું, ‘હું યુએસએ, દુબઈ, અને લોસ એન્જલિસમાં કામ કરતો એક સોફ્ટવેર એન્જિનિયર હતો. અમેરિકામાં મને દર વર્ષે 1 લાખ અમેરિકન ડોલર એટલે કે 73 લાખ થી વધુ રૂપિયા મળતા હતા.
તે અમેરિકામાં પૈસા તો કમાઇ રહ્યા હતા પરંતુ રહેવાની મજા આવતી નહોતી. તેથી તે નોકરી છોડીને ભારત પાછા આવી ગયા અને ખેતી કરવાનું વિચાર્યું. તેમણે મકાઈની ખેતી કરી અને તેમાંથી તેમણે લાખો રૂપિયાની કમાણી કરી.
તેમણે કહ્યું કે હું કામ કરતો હતો તેમાં મને રસ નહતો અને હું મારા અંગત જીવન પર ધ્યાન આપી શકતો નહોતો. તેથી મેં પાછા મારા ગામ જવાનું નક્કી કર્યું અને 2 વર્ષ પહેલા ખેતી કરવાનું શરૂ કર્યું. ગયા વર્ષે મેં બે એકર જમીનમાં મકાઇની ખેતી કરીને 2.5 લાખ રૂપિયાની કમાણી કરી હતી.