જાણો અગરબત્તી સળગાવવાના 5 ફાયદા અને નુકશાન.

જાણવા જેવું

ભારતમાં અગરબતી લગાવવાની પ્રથા પ્રાચીન કાળથી જ ચાલુ છે. પહેલાના સમયમાં અગરબતીની જગ્યાએ અગરબતીની લાકડીઓ રાખવામાં આવતી હતી . ભારત દેશોની આ પ્રથા મધ્ય એશિયા, તિબેટ, ચીન અને જાપાનમાં પણ જોવા મળે છે.

અગબતી સળગાવવાના 5 ફાયદા:

1. અગરબતી સળગાવવાના બે ફાયદા છે. પહેલો ફાયદો એ છે કે અગરબતી સળગાવીને દેવતાઓને ખુશ કરવાના અને બીજો ફાયદો એ છે કે ઘરમાં સુગંધ ફેલાવવાથી શાંતિ મળે છે.

2. કહેવામાં આવે છે કે અગરબતી સળગાવવાથી ઘરનીખરાબ વિચારો દૂર થાય છે.સારા પ્રકારની સુગંધથી રોગોનો નાશ થઇ શકે છે. જેનાથી હદયને પણ શાંતિ પ્રાપ્ત થાય છે.

3. એવું પણ કહેવામાં આવે છે કે પીતૃદોષનો નાશ થાય છે અને ઘરમાં હંમેશા શાંતિ બની રહે છે.

4.જો તમને કોઈ પણ પ્રકારની ચિંતા હોય તો ઘરમાં ખાસ પ્રકારના સુગંધની અગરબતી સળગાવો. તેનાથી રાત્રે ઊંઘ પણ સારી આવે છે.

5. કહેવાય છે કે અગરબતી સળગાવવાથી શક્તિ મળે છે અને વ્યક્તિને તેનાથી મદદ પણ મળે છે.

અગરબતી સળગાવવાના 5 ગેરફાયદા:

1. સંશોધનકારોના જણાવ્યા અનુસાર, અગરબતીનો ધુમાડો કરવો એ સિગરેટના ધુમાડા કરતાં પણ નુકશાનકારક છે. તે આપણા ફેફસાંને નુકશાન પોહ્ચાડે છે. નાના બાળકો માટે તો ખૂબ જ નુકસાનકારક છે. ઘરની અંદર સુગંધિત અગરબતી સળગાવવાથી હવા પ્રદુષિત થાય છે, ખાસ કરીને કાર્બન મોનોક્સાઇડ.

2. સંશોધનકારોના જણાવ્યા અનુસાર, આ ધુમાડાથી કેન્સર અને મગજના રોગો પણ થઈ શકે છે. “સાઉથ ચાઇના યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં”સંશોધન કરવામાં આવ્યું હતું . તેમાં નાખેલું કેમિકલ ફાઉન્ડેશનના તબીબી સલાહકાર ડો. નિક રોબિન્સએ જણાવ્યું હેતુ કે અગરબત્તીનો ધુમાડો ઝેરી હોઈ શકે છે. અન્ય સંશોધનના જણાવ્યા પ્રમાણે, અગરબત્તીને સળગાવવાથી તેના ધુમાડામાં જોવા મળતા પોલિઆરોમેટિક હાઇડ્રોકાર્બન ના લીધે અસ્થમા, કેન્સર, માથાનો દુખાવો અને ઉધરસની માત્રા વધતી જાય છે.
અગરબત્તીને બનાવવા ઘણા પ્રકારના તેલ, રસાયણો, લાકડા, નકલી સેન્ટ અને બીજી અન્ય વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અગરબતીમાં બેન્ઝીન, બ્યુટાડાઈન અને બેન્ઝો પાઇરેન નું પ્રમાણ ખુબ વધારે હોય છે. આ રસાયણોના કારણે ફેફસાં, ત્વચા અને કેન્સર પણ થઇ શકે છે.

3. ભારતની પરંપરાઓમાં વાંસને બાળવાની મનાઈ છે. એવું કહેવામાં આવે છે કે વાંસના લાકડાથી ચૂલાને સળગાવવામાં આવે તો કોઈ પણ વંશનો નાશ થતાં અટકાવી શકાતો નથી. અગરબતીમાં વાંસનો ઉપયોગ કરવામાં આવે છે . જો કે કેટલાક લોકોનું એવું માનવું છે કે પ્રાચીન સમયમાં વાંસનો ઉપયોગ કરવાની ના પાડવામાં આવી હતી.

4. જો કે,વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, વાંસને સળગાવવાથી આપણા સ્વાસ્થ્ય પર તેની ખુબ વધારે અસર થાય છે. અગરબત્તી વાંસના રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેમાં નકલી પદાર્થ નાખવામાં આવે છે. તેના સળગવાથી વાંસ પણ સળગે અને ખોટો પદાર્થ પણ સળગે છે. વાંસમાં લીડ અને ભારે મેટલ હોય છે. બંને પદાર્થના સળગવાથી નુકશાનકારક તત્વ શ્વાસ સાથે શરીરમાં જાય છે જે નુકશાન પોંહચાડે છે.
4. એવું પણ માનવામાં આવે છે કે વાંસ સળગાવવાથી ભાગ્યનો નાશ કરે છે. વાંસ રાખવામાં આવે તો સારું માનવામાં આવે છે, પરંતુ તેને સળગાવવાથી નુકશાન થાય છે. ફેંગ શુઇમાં, વાંસના છોડને ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. તે સારા નસીબનું નિશાન બતાવે છે, જેથી વાંસના છોડનું ચિત્ર લગાવીને તેને શક્તિશાળી બનાવી શકાય છે.

5. માનવામાં આવે છે કે વાંસને સળગાવવાથી પૂર્વજોને દુઃખ થાય છે. અગરબત્તી વાંસ ની બનેલી હોય છે તેથી તેને સળગાવી શકાતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા પોતાની વાંસની વાંસળીને સાથે જ રાખતા હતા. ભારતના વિજ્ઞાનમાં પણ વાંસને સારું માનવામાં આવ્યું છે. લગ્ન, જાનેઉ, મુંડન વગેરેમાં વાંસની પૂજા અને વાંસનો મંડપ બનાવવા પાછળનું પણ આ એક જ કારણ છે. તેથી વાંસને સળગાવી શકાતું નથી. એવું પણ માનવામાં આવે છે કે વાંસનો છોડ જ્યાં હોય છે ત્યાં ખરાબ આત્મા પણ હોતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *