તમને અહેમદ શાહ યાદ હશે, જેમણે સોશિયલ મીડિયા પર પોતાની ક્યુટનેસથી દરેકના દિલ જીત્યા હતા! એ જ બાળક, જેણે ‘पीछे देखो’ કહીને લોકોમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી. પાકિસ્તાનના ગોળમટોળ ચશ્મીસ અહેમદ શાહ ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં માત્ર અહેમદ જ નહીં પરંતુ તેના બંને ભાઈઓ પણ લોકોનું ધ્યાન દોરતા હોય છે. વીડિયોમાં તે બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યો છે. અહેમદના ભાઈ ઓમરની નિર્દોષતા જોવા જેવી છે. વિડિઓમાં તમે જોઈ શકો છો કે તેનું ચોકલેટનું પેકેટ નીચે પડી ગયું છે. આ પછી તે પહેલા કેમેરામાં નજર નાખે છે અને ત્યારબાદ તેની ચોકલેટ જમીન પર. એ બિચારો કન્ફુયુઝ થઇ જાય છે કે કરવું તો શું કરવું … ચોકલેટ લઇ લેવી કે કેમેરા માટે જોવું.
The boy with the candy tho ..😂🥰 pic.twitter.com/SgPuENqqyv
— Aima Khosa (@aimaMK) January 2, 2021
થોડા જ સમયમાં, તે ઝડપથી ચોકલેટનું પેકેટ ઉપાડે છે અને ફટાક કરતા કેમેરામાં જોવાનું શરૂ કરે છે. આ નાના બાળકની આ ક્ષણ લોકોને ખૂબ આકર્ષિત કરી રહી છે. આ વિડિઓ જોઈ તમારા ચહેરા પર સ્મિત લાવશે.