Home ધાર્મિક અદ્ભુત શિવલિંગના સ્વરૂપમાં અહીં 5000 વર્ષથી સાક્ષાત બિરાજમાન છે ભગવાન શંકર…

અદ્ભુત શિવલિંગના સ્વરૂપમાં અહીં 5000 વર્ષથી સાક્ષાત બિરાજમાન છે ભગવાન શંકર…

480

સતિ અને પાર્વતીના પતિ ભગવાન શંકરને સદાશિવના કારણે શિવ પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં ભગવાન શિવને મુખ્ય દેવતા માનવામાં આવે છે. શિવને દેવાધિ દેવ મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં ભક્તો મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરે છે. દેશ અને દુનિયામાં ભગવાન શંકરના એવા ઘણા અનન્ય અને અનોખા મંદિરો છે, જ્યાં ભગવાન શંકર વિવિધ સ્વરૂપોમાં બિરાજમાન છે. આમાંથી એક મંદિર ગુજરાતના નર્મદા જિલ્લામાં પણ છે, જ્યાં શિવલિંગ 1 કે 2 હજાર નહીં પણ 5000 વર્ષ જૂનું છે.

1. મુખ્યત્વે ભગવાન શિવના આ અદ્ભુત શિવલિંગના દર્શન માટે, શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભીડ ખુબ જ વધારે હોય છે. 5000 વર્ષ જુના આ શિવલિંગ પ્રત્યે શિવ ભક્તોની અહીં અપાર શ્રદ્ધા છે.

2. આ મંદિરનું અસ્તિત્વ આજથી લગભગ 5000 વર્ષ જૂનું કહેવાય છે, અહીં લોકો દર સોમવારે ભગવાન શંકરની પૂજા કરવા આવે છે.

3. ભગવાન શિવનો આ અદભૂત શિવલિંગ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા તાલુકાના “કોકમ” ગામમાં સ્થિત છે. આ શાસ્ત્રો પર આધારિત એક પ્રાચીન સ્થળ છે.

4. એવું કહેવામાં આવે છે કે, પુરાતત્ત્વ વિભાગ દ્વારા વર્ષ 1940 માં અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું. આ પુરાતત્વીય ખોદકામ દરમિયાન, આ 5000 વર્ષ જૂનું શિવલિંગ જોવા મળ્યું હતું.

5. વર્ષ 1940 માં ખોદકામ દરમિયાન, પુરાતત્ત્વીય વિભાગને ઘણી કિંમતી વસ્તુઓ મળી હતી. મંદિર સાથે જોડાયેલા પુરાવાઓનો ઉલ્લેખ કરતાં પુરાતત્ત્વ વિભાગે આ શિવલિંગને 5000 વર્ષ જૂનું ગણાવ્યું છે.

6. પુરાણોના પુસ્તકોમાં હજારો વર્ષોથી નોંધાયેલા આ મંદિરનો ઉલ્લેખ “જલેશ્વર મહાદેવ મંદિર”ના નામે કરવામાં આવ્યો છે. આ જલેશ્વર મહાદેવ મંદિર પ્રત્યે શિવ ભક્તોને અપાર શ્રદ્ધા છે. અહીં દર વર્ષે ભગવાન શિવના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી આવે છે અને પુણ્ય લાભ પ્રાપ્ત કરે છે.

7. ભગવાન શિવના પવિત્ર દિવસે એટલે કે, સોમવારે આ મંદિરમાં શિવભક્તોની ખુબ જ ભીડ હોય છે. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રીના દિવસે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.

8. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ મંદિરની નજીક વહેતી નદીને પૂર્વા નદી કહેવામાં આવે છે અને આ મંદિર જલેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું છે. માન્યતાઓ અનુસાર, આ પૂર્વા નદીમાં સ્નાન કરવાથી અને શિવલિંગના દર્શન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે.