Homeધાર્મિકગુજરાતના આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણએ કર્યો દેહ ત્યાગ, જાણો એ મંદિરનો...

ગુજરાતના આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણએ કર્યો દેહ ત્યાગ, જાણો એ મંદિરનો રસપ્રદ ઇતિહાસ…

ભાલકા તીર્થ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું છે. ભાલકા તીર્થ દ્વાપર યુગના મહાન નાયક ભગવાન શ્રી કૃષ્ણની અંતિમ ક્ષણોની સાક્ષી આપે છે. આ સ્થળે, ભગવાન શ્રી કૃષ્ણ, જેમણે વિશ્વને સત્ય સમજાવ્યું હતું અને ગીતાનું અમૂલ્ય જ્ઞાન આપ્યું હતું, તેમણે પોતાનો દેહ અહીં છોડ્યો હતું.

ભાલકા તીર્થ સોમનાથ જ્યોતિર્લિંગથી માત્ર 5 કિમી દૂર છે. આ મંદિરમાં બનાવેલ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ તેમનો અંતિમ સમય દર્શાવે છે. મહાભારત કાળનો એક શિકારી જેને શ્રી કૃષ્ણના આ સંસારમાંથી પ્રસ્થાન માટે નિમિત્ત માનવામાં આવે છે.

એક વાર ભગવાન શ્રી કૃષ્ણ જંગલમાં પીપળાના ઝાડની નીચે ધ્યાનની મુદ્રામાં સુતા હતા. ત્યારે જરા નામનો શિકારી, જે જંગલમાં શિકારની શોધમાં આવ્યો હતો, તેને ભગવાનના શ્રી કૃષ્ણના પગમાં પહેરેલો મણી દૂરથી હરણની આંખ લાગી, અને તેણે શિકાર માટે ધનુષ વડે બાણ ચલાવ્યું. તેનું આ તીર ભગવાન શ્રી કૃષ્ણના પગ પર વાગ્યું, ત્યારે શિકારીને તેની ભૂલનો અહેસાસ થયો અને ભગવાન પાસે રડતા રડતા માફી માંગી.

પરંતુ વિશ્વને સત્યનું જ્ઞાન આપનાર ભગવાન એ જાણતા જ હતા કે, એવું બનવાનું જ છે તેથી તેણે શિકારીને નિમિત બતાવી અને તરત જ તેને માફ કરી દીધો. આ ઘટના કૃષ્ણના પ્રસ્થાન અને દ્વાપર યુગનો અંત દર્શાવે છે. ભગવાનની નિઝધામ પ્રસ્થાન લીલાનો ઉલ્લેખ મહાભારત, વિષ્ણુ પુરાણ, શ્રીમદ્ ભાગવત અને અન્ય ઘણા ધાર્મિક પુસ્તકોમાં છે.

તે પીપળાનું ઝાડ આજે પણ ત્યાં હાજર છે અને તે મંદિર પરિસરમાં સુરક્ષિત છે. 5000 વર્ષ જૂનું હોવા છતાં, આ પીપળાનું ઝાડ સુકાણું નથી અને તે આજે પણ એવું જ લીલુંછમ છે.

તીર વાગવાને કારણે ભગવાન ઘાયલ થઈ ગયા હતા અને તે ભાલકાથી થોડે દૂર આવેલ હિરણ નદીના કાંઠે આવ્યા હતા. તે નદી સોમનાથથી દોઢ થી બે કિમી દૂર છે. એવું કહેવામાં આવે છે કે, ભગવાન આ જ પંચતત્ત્વમાં વિલીન થઈ ગયા હતા. એવું કહેવામાં આવે છે કે, ભગવાન ત્યાંથી સીધા વૈકુંઠ ધામ જતા રહ્યા હતા.

હીરણ નદીના કાંઠે આજે પણ શ્રી કૃષ્ણના પગનાં નિશાન છે. આ સ્થાનને દેહોત્સર્ગ તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થાન પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સ્થળેથી શિકારીએ શ્રી કૃષ્ણ પર બાણ ચલાવ્યું હતું. આજે આ સ્થાન ‘બાણગંગા’ તરીકે ઓળખાય છે અને અહીં સમુદ્રની નજીક એક શિવલિંગ પણ છે.

ભાલકા તીર્થમાં ભલે ભગવાને પોતાના પ્રાણનો ત્યાગ કર્યું છે, પરંતુ આજે પણ, આ પવિત્ર ધર્મસ્થાન ભક્તોની ઇચ્છાને પૂર્ણ કરતું એક ધાર્મિક કેન્દ્ર છે. એવું માનવામાં આવે છે કે, સાચા મનથી જે લોકો અહીં ઇચ્છા વ્યક્ત કરે છે તે અવશ્ય પૂર્ણ થાય છે.

અહીં દરરોજ હજારો લોકો આવે છે અને તેમનાદુઃખોથી મુક્તિ મેળવે છે. આજે પણ લોકો ભગવાનના સાક્ષાત દર્શનનોનો અનુભવ કરે છે અને પીપળાનું ઝાડ જે 5000 વર્ષ જૂનું છે તે આજે પણ શુષ્ક નથી તેની સાક્ષી પુરાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments