Homeસ્ટોરીજ્યારે 155 લોકોથી ભરેલું વિમાન પાણીમાં ઉતારવામાં આવ્યું, પછી જે થયું એ...

જ્યારે 155 લોકોથી ભરેલું વિમાન પાણીમાં ઉતારવામાં આવ્યું, પછી જે થયું એ જાણીને હોંશ ઉડી જશે

આ ઘટના બની તેના 13 વરસ થયા, ઘટના છે 15 જાન્યુઆરી, 2009ની. US એરવેઝની ફ્લાઇટ 1549, ન્યૂયોર્ક સિટીના લાગાર્ડિયા એરપોર્ટથી ચાર્લોટ, નોર્થ કેરોલિના જવા એરબસ A320, ટેક-ઓફ થઈ. ત્રણ મિનિટ બાદ, ફ્લાઈટ geese-હંસના ઝૂંડ સાથે અથડાઈ અને એન્જિન બંધ થઈ ગયું. નીચી ઉંચાઈને કારણે ઇમરજન્સી લેન્ડિંગ માટે કોઈ એરપોર્ટ પર પહોંચી શકાય તેમ ન હતું. કરવું શું?

પ્લેનમાં 150 પેસેન્જર્સ અને 5 Crew હતા. 155ના જીવ જોખમમાં હતા. એક ક્ષણમાં પ્લેન અથડાઈને તૂટી પડે તેમ હતું. પાઈલટ ચેસ્લી ‘સુલી’ સુલેનબર્ગર અને જેફરી સ્કાઈલ્સની સમય સૂચકતાએ ચમત્કાર સર્જ્યો ! તેમણે મેનહટનની હડસન નદીમાં પ્લેનને ગ્લાઈડ કર્યું. જાન્યુઆરીમાં હડસન નદી બહુજ ઠંડી હોય છે. 95 મુસાફરોને નાની અને 5 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી. કેટલાંયના પગ બહેરા થઈ ગયા ! પરંતુ નજીકની બોટ દ્વારા તમામ 155 લોકોને બચાવી લેવામાં આવ્યા ! આ ઘટના ઉપરથી 2016માં ફિલ્મ બની હતી-‘Sully’ જેણે બોક્સ ઓફિસ પર 240.8 મિલિયન ડોલરની આવક મેળવી હતી !

આ અકસ્માત પછી દરેક મુસાફરને માફી માંગતો પત્ર મળ્યો ! ખોવાયેલા સામાન માટે વળતર તરીકે 5,000 ડોલર અને મુસાફરે વધુ નુકસાન દર્શાવ્યું તેને 5,000 ડોલરથી વધુ વળતર ચૂકવ્યું ! એટલું જ નહી મુસાફરોને તેમની ટિકિટનું રિફંડ પણ આપ્યું ! US પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યુ. બુશે ફ્લાઇટ ક્રૂના કૌશલ્ય અને વીરતાની પ્રશંસા કરી. ચૂંટાયેલા પ્રમુખ બરાક ઓબામાએ કહ્યું કે ક્ષતિગ્રસ્ત એરક્રાફ્ટને લેન્ડ કરવામાં દાખવેલ પરાક્રમ માટે સૌને ચેસ્લી ‘સુલી’ સુલેનબર્ગર પર ગૌરવ છે !

અમેરિકામાં જીવનને વધારે મૂલ્યવાન માનવામાં આવે છે અને અમેરિકા એટલે આગળ છે, કેમકે ત્યાં નફરતને બદલે માનવમૂલ્યોને મહત્વ આપવામાં આવે છે. ત્યાં તમને વગર કારણે કોઈથી પણ ડર નથી લાગતો. જ્યારે આપણે ત્યાં આનાથી સાવ વિપરીત પરિસ્થિતિ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments