જયારે 25 લોકોએ ભેગા થઈને કરી હતી અજય દેવગન ધુલાઈ, 200 ફાઈટરને લઈને પહોંચી ગયા હતા પિતા વીરુ દેવગન

198

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અજય દેવગન તેમના ઉત્કૃષ્ટ અભિનય અને દમદાર ડાયલોગ ડિલિવરી માટે જાણીતો છે. છેલ્લા 30 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહેલા અજયે પોતાની જબરદસ્ત એક્શનથી દર્શકોને દીવાના કર્યા છે અને અજયને એક્શનની કળા વારસામાં મળી છે. તમને જણાવી દઈએ કે અજય દેવગનના પિતા વીરુ દેવગણ લોકપ્રિય એક્શન ડિરેક્ટર રહી ચૂક્યા છે.

અજય દેવગન ઘણી ફિલ્મોમાં જોરદાર એક્શન કરતો જોવા મળ્યો છે અને તેણે આ કળા તેના પિતાને જોઈને શીખી છે. અજયના એક્શન ડિરેક્ટર પિતા વીરુ દેવગણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે અને એક્શનના આધારે તેણે પોતાની અલગ અને ખાસ ઓળખ બનાવી હતી. સમયે જતા અજયને પણ ફિલ્મોમાં આનો લાભ મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે અજય દેવગને 1991 માં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેની પહેલી ફિલ્મ ‘ફૂલ ઓર કાંતે’ આવી. અજય પહેલી જ ફિલ્મથી રાતોરાત હિટ બન્યો હતો અને તેની શરૂઆત સાથે જ તેણે દેખાડી દીધું હતું કે તે લાંબી રેસનો ઘોડો સાબિત થશે. આગળ દુનિયાએ પણ આ જોયું. આજે પણ અજય મુખ્ય અભિનેતા તરીકે કામ કરી રહ્યા છે.

પોતાની 30 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં અજય દેવગણે એકથી વધુ શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. દુનિયાભરમાં પોતાના અભિનયને કારણે ખાસ ઓળખ બનાવનાર અજય દેવગણે ઘણી ફિલ્મોમાં ઉત્તમ એક્શન દ્રશ્યો કર્યા છે.

ઘણી ફિલ્મોમાં, મોટા ગુંડાઓને જોરદાર રીતે ધુલાઈ કરતો જોવા મળ્યા છે, જોકે એક વખત અજય પોતે કેટલાક લોકોથી ઘેરાય ગયો હતો અને તેનો જીવ પડીકે બંધાય ગયો હતો અને અજયને આ મુશ્કેલ સમયમાં તેના પિતા વીરુ દેવગણે મદદ કરી હતી. ચાલો તમને એ કિસ્સા વિશે વિગતવાર જણાવીએ.

તમને જણાવી દઈએ કે એકવાર અભિષેક બચ્ચન અને સંજય દત્ત સાથે અજય દેવગન સાજિદ ખાન અને રિતેશ દેશમુખ દ્વારા હોસ્ટ કરેલા ‘યારોં કી બારાત’ શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન, આ કિસ્સા પર વાત કરતી વખતે, દિગ્દર્શક સાજિદે કહ્યું હતું કે, ‘અજય પાસે એક જીપ હતી. જેમાં અમે બધા ફરતા હતા.

હોલીડે હોટેલ પાસે એક સાંકડી ગલી હતી જ્યાં એક બાળક અચાનક જીપની આગળ દોડતો આવ્યો, પછી અમે તરત જ બ્રેક લગાવી, બાળકને લાગ્યું નહીં પણ તે ડરથી રડવા લાગ્યો, ત્યારબાદ ઘણા લોકો આસપાસ ભેગા થયા અને અમને ઘેરી લીધા, અમે સમજાવવાનું શરૂ કર્યું કે બાળક અચાનક સામે આવી ગયો હતો, અજયે કહ્યું હતું કે તેણે તેના જીવનમાં ઘણા લોકોની ધુલાઈ કરી છે, જ્યારે આ ઘટના દરમિયાન 20 થી 25 લોકોએ એકસાથે અમારી ધુલાઈ કરી હતી.

સાજિદે આગળ કહ્યું કે, લોકોએ અમને કહ્યું કે, નીચે ઉતરો, તમે અમીર લોકો ઝડપથી વાહન ચલાવો અને અમને સમજાયું નહીં કે લોકો શા માટે અમારી ધુલાઈ કરી રહ્યા છે. જોકે, અજયના પિતાને આ ઘટનાની જાણ થતાં તેઓ 150 થી 200 લોકો સાથે સ્થળ પર પહોંચ્યા અને પછી મામલો શાંત થયો. ત્યાં પહોંચ્યા ત્યારે વીરુ દેવગને કહ્યું હતું કે મારા પુત્રને સ્પર્શ કરનાર કોણ છે. જોકે હાલ વીરુ દેવગન હવે આ દુનિયામાં નથી. 27 મે 2019 ના રોજ 85 વર્ષની વયે મુંબઈમાં તેમનું અવસાન થયું.

Previous articleસલામ છે આવી લાખો સ્ત્રીઓને, જે દિવસે સખત પરિશ્રમ કરીને પોતાની શેઠાણીઓને ખુશ રાખે છે અને રાત્રે પોતાના વ્યસની પતિને
Next articleશ્રી શક્તિમાં ના આજે પણ અહીં થાય છે ચમત્કાર, એક રાતમાં માતાએ બાંધ્યા 2300 ગામના તોરણ