Homeખબરઅજિંક્ય રહાણેનું ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું સ્વાગત, પરંતુ રહાણે કર્યો કેક...

અજિંક્ય રહાણેનું ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું સ્વાગત, પરંતુ રહાણે કર્યો કેક કાપવાનો ઇનકાર…

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીત્યા પછી ભારતીય ટીમ પોતાના વતન પરત ફરી હતી અને ભારતીય ટીમનું અહીં ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જે રીતે ભારતીય ટીમે ગાબામાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટેસ્ટ જીતી હતી. દરેક વ્યક્તિ તેની પ્રશંસા કરી રહી છે. ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ ગુરુવારે ટીમ ઈન્ડિયાના કેટલાક સભ્યો ભારત આવ્યા છે. ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે, કોચ રવિ શાસ્ત્રી, રોહિત શર્મા અને પૃથ્વી શો ગુરુવારે મુંબઇ પહોંચ્યા હતા અને આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ત્રણેય લોકોનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુંબઇ આવ્યા બાદ રહાણે એરપોર્ટથી સીધા મુલુંડમાં તેના ઘરે પહોંચ્યાં. જ્યાં તેમનું પત્ની રાધિકા અને સમાજના સભ્યો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેના પરિવારે રહાણે માટે રેડ કાર્પેટ લગાવી હતી અને તેમના ઉપર ફૂલો પાથર્યા હતા. રહાણેના અહીં પહોંચતાની સાથે જ તેના પડોશીઓએ તેમને તિલક વડે સ્વાગત કર્યું. ઢૉલ અને નગારા વાગડીયા અને ખુબ નાચ્યા. રહાણેના આ જોરદર સ્વાગતનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ઘણા લોકોએ રહાણે સાથે ફોટો પણ લીધા હતા. આ દરમિયાન રહાણેના ઘરે આવેલા એક પાડોશીએ તેને કેક પણ આપી હતી. પરંતુ રહાણેએ કેક કાપવાની ના પાડી. ખરેખર તેને આપવામાં આવેલી કેકની ઉપર કાંગારૂ ત્રિરંગો પકડીને બેઠુ હતું અને અને નીચે રહાણેના ચિત્રની સાથે તેને બધાઈ આપવામાં આવી હતી.

વાયરલ થતા વીડિયોમાં એક મહિલાએ રહાણેને કેક કાપવા કહ્યું. પરંતુ રહાણે માથું હલાવ્યું અને કાપવાની ના પાડી. રહાણેએ ત્રિરંગાનું જે રીતે આદર કર્યું તેના દરેક લોકો વખાણ કરી રહ્યા છે અને રહાણેના આ નિર્ણયે દરેકનું દિલ જીતી લીધું હતું.

નોંધપાત્ર વાત એ છે કે એડિલેડમાં પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમ ખરાબ રીતે હારી ગઈ હતી. આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની કપ્તાન વિરાટ કોહલી દ્વારા કરવામાં આવી હતી. આ મેચ બાદ વિરાટ રજા લઈને ઘરે પરત આવ્યો હતો અને ટીમની કમાન્ડ અજિંક્ય રહાણેને સોંપવામાં આવી હતી.

રહાણેએ તેની કેપ્ટનશીપ હેઠળ મેલબોર્નની બીજી ટેસ્ટ મેચ જીતીને શ્રેણીની બરાબરી કરી લીધી હતી. આ પછી, સિડનીમાં ટેસ્ટ મેચ ડ્રો થઈ અને ભારતીય ટીમે છેલ્લી ટેસ્ટ મેચ પણ જીતી લીધી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ટેસ્ટ મેચમાં કોઈ અનુભવી ખેલાડીઓ નહોતા અને નવા ખેલાડીઓની મદદથી ભારતે આ મેચ જીતી હતી.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments