Homeજાણવા જેવુંજુના જમનામાં અકબર અને ઓરંગઝેબ જેવા બાદશાહ લોકો ખોરાકમાં શું લેતા હશે?...

જુના જમનામાં અકબર અને ઓરંગઝેબ જેવા બાદશાહ લોકો ખોરાકમાં શું લેતા હશે? આ બાબતમા તેમની રુચિ કેવી હતી?

મુગલ કાળ ભારતના ઇતિહાસમા હજી પણ સુવર્ણ અક્ષરોથી લખાયેલ છે. તેમનુ ગૌરવ, શૈલી, જીવનશૈલી, સ્થાપત્ય શૈલી અને તેમનો ખોરાક હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. આપણે ટીવી અથવા સિનેમા સ્ક્રીન પર આવતી ફિલ્મો ખૂબ રસ સાથે જોઈએ છે અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મુગલો દ્વારા બાંધવામા આવેલા કિલ્લાઓ અને મહેલો આજે પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે.

મોગલ સામ્રાજ્યની શરૂઆત ૧૫૨૬ મા થઈ હતી અને ૧૯ મી સદીના મધ્ય સુધીમા મોગલ સામ્રાજ્યનો સંપૂર્ણ અંત આવી ગયો હતો. તેમના દ્વારા બાંધવામા આવેલી જૂની ઇમારતો જોઈને આપણે જાણી શકીએ કે તેઓ કેવી રીતે જીવ્યા કેવા પ્રકારના પોશાકો પહેર્યા હશે તે આપણે અમુક હદ સુધી ધારી શકીએ છીએ.

હવે સવાલ જે આપણા મનમાં વારંવાર આવે તે એ છે કે તેઓ ખાવામા શું ખાતા હશે? તે સમયના પ્રખ્યાત સમ્રાટોને શું ખાવાનુ ગમતુ હશે ? આ બાબતમા તેમની રુચિ કેવી હશે? ચાલો આજે અમે તમને જણાવીએ કે તેવો કેવા પ્રકારના ખોરાકને પસંદ કરતા હતા.

૧) બાબર :- સૌ પ્રથમ એવા બાબર વિશે વાત કરીએ કે જેમણે ભારતમા પોતાના પાયો નાખ્યો હતો. બાબરને ભારતીય વાનગીઓ ખાવાનો શોખ હતો. તેને તાજી માછલીઓનો શોખ હતો. તેના વિશે બીજી ખાસ વાત એ હતી કે તે સોમવાર, ગુરુવાર અને શુક્રવારે દારૂને અડતો પણ ન હતો.

૨) હુમાયુ :– હવે બાબરના પુત્ર હુમાયુ વિશે વાત કરીએ જેને ખીચડી ખાવાનુ ખુબ પસંદ હતુ. તેમણે પોતાનુ મોટાભાગનુ જીવન ઇરાનમા વિતાવ્યુ હતુ અને આ કારણે પર્શિયાની ઝલક દરેક વસ્તુમા દેખાતી હતી.

૩) અકબર :- હુમાયુના પુત્ર સમ્રાટ અકબરને શુદ્ધ-શાકાહારી ખાવાનુ પસંદ હતુ. તેમના માટે રોજિંદો ખોરાક ખાસ રસોડામા રાંધવામા આવતો હતો. આ રસોડાની શરૂઆતથી અંત સુધી ગુલાબ જળની સુગંધ આવતી. ઇતિહાસકારોનુ માનવુ છે કે તેમના જીવનની અંતિમ ક્ષણોમા તેઓ ખૂબ જ ઓછી માત્રામા ખોરાક ખાતા હતા. તેઓ દિવસમા માત્ર એક જ વાર ખાતા હતા. તેઓ પીવા માટે માત્ર ગંગા જળનો ઉપયોગ કરતા હતા.

૪) જહાંગીર :- જહાંગીરને દારૂનો નશો હતો. તેને ભોજનનો બહુ શોખ ન હતો. આખા દિવસમાં તે અનેક ગ્લાસ વાઇન પી જતો અને અફીણ પણ લેતો હતો. તેમના વિશે એક ખાસ વાત એ હતી કે તેને યમુના નદીના પાણી વિના ચાલતું નહિ.

૫) શાહજહા :- શાહજહાને માદક દ્રવ્યોનો શોખ ન હતો. તેઓ ભાગ્યે જ તેનુ સેવન કરતા હતા. જો કે તેઓ મસાલેદાર વાનગીઓનો ખૂબ શોખીન હતા. શાહજહા માટે તૈયાર કરેલા બધા જ ખોરાકમા યમુના નદીના પાણીનો ઉપયોગ કરવામા આવતો હતો. શાહજહાને કેરી ખુબ પસંદ હતી.

૬) ઓરંગઝેબ :- હવે ઓરંગઝેબ વિશે વાત કરીએ તો જે ઇતિહાસના સૌથી ક્રૂર શાસકોમાંથી એક છે. તેના વ્યક્તિત્વ અને તેના ખોરાક વચ્ચે જમીન આકાશનો તફાવત હતો. કઠોર સ્વભાવના ઓરંગઝેબને શાકાહારી ખાવાનુ પસંદ હતુ. તેને ભાતની બનેલી વાનગીઓ ખાવાનુ પસંદ હતુ. આ સિવાય તેઓ રાજમા, સૂકા અખરોટ, તુલસીનો છોડ અને બદામમાંથી તૈયાર કરેલ કુબૂલી બિરયાની ખાતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments