સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર દિલ્હીમાં આવેલું છે. સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું પોતાનું અલગ મહત્વ છે. તે ભારતના સૌથી મોટા મંદિરોમાંનું એક છે. 6 નવેમ્બર 2005 ના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં તમને 10,000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિની જોવા મળશે. આજે અમે તમને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર વિશે કેટલાક અનોખા તથ્યો વિષે જણાવીશું.
અક્ષરધામ મંદિર 83,342 ચોરસ ફૂટ ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે તે 1000 વર્ષથી પણ વધૂ સમય સુધી આ રહી શકે છે. આ મંદિરમાં 10 દરવાજા વૈદિક સાહિત્યની 10 દિશાઓના આધારે બનાવવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે સકારાત્મકતા કોઇપણ તરફથી આવી શકે છે.
અક્ષરધામ મંદિરમાં 200 થી વધુ ભારતીય ગુરુઓ, સાધુઓ, આચાર્ય અને દેવતાઓની પથ્થરની મૂર્તિઓ છે. તેમાં 234 રત્ન જેડેલા થાંભલા અને 9 ગૂંબજ છે. આખા મંદિરમાં આશરે 20,000 થી વધુ વિવિધ ધાતુઓ, લાકડુ અને પથ્થરથી બનેલી મૂર્તિઓ છે.
અક્ષરધામ મંદિર નારાયણ સરોવરથી ઘેરાયેલું છે. જેમાં ભારતના 151 પ્રખ્યાત તળાવોનું પાણી ભળી ગયું છે. તળાવની આજુબાજુમાં હિન્દુ ધર્મના 108 ગૌમુખ 108 દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. અહીંયા રાજસ્થાનથી લાલ પથ્થરો લાવીને તેનાથી 3000 ફૂટ લાંબો પરિક્રમાનો રસ્તો બનાવવામાં આવ્યો છે.
અક્ષરધામ મંદિરમાં એક કમળ આકારનો સુંદર બગીચો પણ બનાવવામાં આવ્યો છે. જેનું નામ લોટસ ગાર્ડન છે. આ બગીચાના પત્થરો પર સ્વામી વિવેકાનંદ અને હિન્દુ ગુરુઓ, શેક્સપિયર અને માર્ટિન લૂથરના કોટ્સ પણ લખવામાં આવ્યા છે. અક્ષરધામ મંદિરની અંદર એક થિયેટર પણ છે. જેમાં ભગવાન સ્વામિનારાયણ વિશેની માહિતી આપવામાં આવે છે.
અક્ષરધામ મંદિરમાં વિશ્વનો સૌથી મોટા યજ્ઞપુરુષ કુંડ છે. આ યજ્ઞકુંડમાં 108 નાના મંદિરો છે અને ત્યાં 2870 પગથિયાં ચઢ્યા બાદ પહોંચી શકાય છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે 17 ડિસેમ્બર 2007 ના રોજ આ મંદિરને સૌથી મોટું હિન્દુ મંદિર જાહેર કર્યું હતું.