Homeફિલ્મી વાતોઆલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી' આ વર્ષે રિલીઝ થશે, સંજય લીલા ભંસાલીના નિર્દેશનમાં...

આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ આ વર્ષે રિલીઝ થશે, સંજય લીલા ભંસાલીના નિર્દેશનમાં બની છે આ ફિલ્મ.

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ આ વર્ષે સિનેમાઘરોમાં રીલીઝ થશે. સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પ્રખ્યાત લેખક હુસેન ઝૈદીની ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પુસ્તકના પ્રકરણ પર આધારિત છે. ભણસાલીની પ્રોડક્શન કંપનીએ આઠ-સેકંડનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને આ વર્ષે ફિલ્મના રિલીઝ વિશે માહિતી આપી છે.

વીડિયો શેર કરતાં પ્રોડક્શન કંપનીએ લખ્યું છે કે, “બહાદુર, બિન્દાસ એવી ફિલ્મ “ગંગુબાઈ કાઠિયાવાડી” 2021 પર રાજ કરવા તૈયાર છે ” ફિલ્મ નિર્માણના સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે ઓકટોમ્બરમાં મુંબઇ સ્થિત ફિલ્મસિટીમાં તેનું ફરીથી શુટિંગ શરુ કરવામાં આવ્યું હતું હવે તે ફિલ્મનું શૂટીગ લગભગ પૂરું થઇ ગયું છે.

ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 11 સપ્ટેમ્બર, 2020 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડ -19 ના વૈશ્વિક રોગચાળાને કારણે લોકડાઉન લાગુ થવાથી ફિલ્મ રીલીઝ ના થઇ શકી.

જણાવી દઈએ કે આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’ તાજેતરમાં રિલીઝ થઈ હતી.આલિયા ભટ્ટ ટૂંક સમયમાં તેમની નવી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર તેની સાથે મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments