Homeખબરઆલિયા ભટ્ટે લગ્નના બીજા જ મહિને પ્રેગ્નન્ટની જાહેરાત કરી, એપ્રિલ મહિનામાં રણબીર...

આલિયા ભટ્ટે લગ્નના બીજા જ મહિને પ્રેગ્નન્ટની જાહેરાત કરી, એપ્રિલ મહિનામાં રણબીર કપૂર સાથે કર્યા હતા લગ્ન

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલે લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટે આજે (27 જૂન) સોશ્યિલ મીડિયા પર તેની સોનોગ્રાફીની તસવીર શેર કરીને તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

આલિયા ભટ્ટ ગર્ભવતી
આલિયા ભટ્ટે સોનોગ્રાફીની તસવીર સોમીડિયા પર શેર કરી છે. તે હોસ્પિટલમાં છે અને તેની સાથે રણબીર કપૂર પણ છે. તેણે સ્ક્રીન પર હાર્ટ ઇમોજી મૂક્યું છે. અન્ય એક ફોટોમાં તેણે સિંહ-સિંહણ અને બચ્ચાની તસવીર શેર કરી છે. આલિયા ભટ્ટે બંને તસવીરો શેર કરી અને કહ્યું, “અમારું બાળક… જલ્દી આવશે”.

14 એપ્રિલે લગ્ન
રણબીર અને આલિયા ભટ્ટે પરિવાર અને મિત્રોની હાજરીમાં ઘરે જ લગ્ન કર્યા હતા. આલિયા અને રણબીર પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી ફેરા ફર્યા હતા.

રણબીરની ‘શમશેરા’ રિલીઝ થવાની છે
લગ્ન પછી રણબીર કપૂરની પહેલી ફિલ્મ ‘શમશેરા’ 22 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. ત્યારે આલિયા-રણબીરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 9 જુલાઈએ રિલીઝ થશે. રણબીર કપૂર ‘એનિમલ’માં કામ કરી રહ્યો છે. તેણે લવ રંજનની ફિલ્મનું શૂટિંગ પણ શ્રદ્ધા કપૂર સાથે સ્પેનમાં કર્યું હતું. રણબીર કપૂર હાલમાં સ્પેનમાં છે અને આલિયા ભટ્ટ થોડા દિવસો પહેલા લંડનમાં હતી. અહીં તેણે હોલિવૂડ પ્રોજેક્ટ ‘હાર્ટ ઓફ સ્ટોન’નું શૂટિંગ કર્યું હતું. આ સિવાય આલિયા ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રણવીર સિંહ સાથે જોવા મળશે.

અભિનેત્રી લગ્ન પહેલા ગર્ભવતી હતી
આલિયા ભટ્ટ તેના લગ્નના અઢી મહિનામાં ગર્ભવતી થઈ ગઈ હતી અને એવું માનવામાં આવે છે કે તે લગ્ન પહેલા ગર્ભવતી હોય શકે છે. જોકે આલિયા પહેલા નતાશા સ્ટેનકોવિક (ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની), નેહા ધૂપિયા, શ્રીદેવી, કોંકણા સેન અને સારિકા પણ લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments