જાણો એલોવેરાનો વધારે પડતો ઉપયોગ થઇ શકે છે નુકશાનકારક.

719

એલોવેરા એ એક સૌથી લોકપ્રિય ઘરેલુ દવા છે. આજે એલોવેરાનો ઉપયોગ વાળ તથા ચહેરાને સુંદર બનાવવા અને વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે. એલોવેરાને રામબાણ દવા માનવામા આવે છે જેના ફક્ત ફાયદાઓ જ છે. ઘણી સ્ત્રીઓ પોતાના દિવસની શરૂઆત એલોવેરાના રસથી કરે છે. જો તમે પણ એવી મહિલાઓમાની એક છો કે જેઓ આખો દિવસ એલોવેરાથી શરૂ કરે છે તો આ લેખ ફક્ત તમારા માટે જ છે કારણ કે જો એલોવેરાનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામા આવે તો તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. હા એલોવેરામાંથી નીકળવા વાળા એલો-લેટેક્સ માથાનો દુખાવો, એલર્જી અને કેન્સર જેવા જીવલેણ રોગોનુ કારણ બને છે.

જો તમે એલોવેરાનો ઉપયોગ કરો છો તો તમે જોયુ જ હશે કે જ્યારે આપણે તેને તોડીએ છીએ ત્યારે તેમાથી પીળા રંગનો પ્રદાર્થ બહાર નીકળે છે. પીળા રંગના આ પદાર્થને એલો-લેટેક્સ કહેવામા આવે છે. આ પદાર્થ ઘણા રોગોનુ કારણ બને છે. કેન્સર જેવા જીવલેણ રોગો પણ આના કારણે થાય છે.

એલોવેરા લેટેક્સના ગેરફાયદા :- નિષ્ણાતના જણાવ્યા મુજબ એલોવેરામાંથી નીકળતા પીળો પદાર્થ લેટેક્ષ અર્ક કહેવામા આવે છે. જો તેમા ઓછી માત્રામા ઝેરી પદાર્થ હોય તો તેને અવગણી શકાય છે. પરંતુ શુ તમે જાણો છો કે તે ઝેર કેટલુ જોખમી છે. તેનાથી કેન્સર જેવા જીવલેણ રોગ થાય છે. આ સિવાય ૨૦૧૧ મા અમેરિકા એનટીપીમા કરવામા આવેલા એક અધ્યયનમા યુએસ સરકારે લેબમા એલોવેરાનુ પરીક્ષણ કર્યું હતુ.

આ પરીક્ષણમા પરિણામો બહાર આવ્યા છે કે જો તમે તેને રસ દ્વારા પીવો છો અથવા ચટણી, જામ અથવા શાકભાજીમા એલોવેરા લેટેક્સનો ઉપયોગ કરો છો તો પછી કેન્સરના પરિબળો શરીરમા વિકસિત થવા લાગે છે. આ સિવાય જો તે ત્વચા પર જેલના રૂપમા લગાવવામા આવે તો તે ખરજવુ, ફોલ્લીઓ અને ત્વચાની અન્ય સમસ્યાઓનુ કારણ બની શકે છે.

અન્ય ગેરફાયદા :-

૧) ગર્ભાવસ્થામા જોખમ :- ગર્ભાવસ્થામા એલોવેરા લેટેક્સનો ઉપયોગ ભૂલથી પણ નહિ કરતા. મેરીલેન્ડ મેડિકલ સેન્ટર યુનિવર્સિટીના એક અહેવાલ મુજબ તે ગર્ભાશયને સંકોચન બનાવે છે જેને કારણે ગર્ભપાત થવાની શક્યતા વધી જાય છે.

૨) અતિસાર :- એલોવેરામાં રેચક, એન્થ્રાક્વિનોન વગેરે હોય છે, તેનું સેવન કરવાથી ઝાડા થઈ શકે છે.તો ધ્યાન રાખો કે જો તમને આંતરડા સિંડ્રોમ અથવા ગેસની સમસ્યા છે તો એલોવેરાનુ સેવન ન કરો.

૩) જન્મજાત ખામી :- એલોવેરા લેટેક્સ જન્મજાત ખામીનુ કારણ બને છે. શિશુને એલોવેરાના ફાયદા વિશે કોઈ માહિતી અથવા સંશોધન જાણી શકાયુ નથી. તેથી સ્તનપાન દરમિયાન કુંવારપાઠાનો ઉપયોગ બિલકુલ કરશો નહી.

૪) પોટેશિયમનું પ્રમાણ ઓછુ :- જો એલોવેરા વધારે પ્રમાણમા કે ખોટી રીતે પીવામા આવે તો શરીરમા પોટેશિયમની ઉણપ રહે છે. આ અનિયમિત ધબકારા અને નબળાઇ તરફ દોરી શકે છે.

૫) બિન-અસરકારક :- એલોવેરામા હાજર તત્વ કેટલીક દવાઓને શરીરમા અધોગતિ થવાથી પણ રોકી શકે છે. જો તમે દવાઓ લઈ રહ્યા છો તો તમારે કોઈપણ સ્વરૂપમા એલોવેરા લેતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

Previous articleજાણો આ ૨ ડ્રીન્કસ વિશે કે જે તમને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને વજન ઘટાડવામાં ખુબજ મદદ રૂપ થશે.
Next articleજાણો ઓડીશાના આ ૭ સૌથી સુંદર અને રમણીય બીચ વિશે.