અળસીનો ઉપયોગ કોલેસ્ટરોલ ઘટાડવા માટે તેમજ ત્વચાની સુંદરતા માટે થાય છે. પરંતુ આ અળસી તમારા વાળને સુંદર અને મજબૂત બનાવવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. જાણો વાળ માટે અળસીના આ 5 ફાયદાઓ.
1) અળસીમાં વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા વાળને પોષણ આપવાની સાથે વાળની લંબાઈ વધારવા માટે પણ ખૂબ જ મદદ કરે છે. વાળના વિકાસ માટે અળસીના તેલનો ઉપયોગ એક શ્રેષ્ઠ ઉપાય છે.
2 અળસી અથવા તેના તેલનો ઉપયોગ વાળના મૂળને પોષણ આપે છે. તેના સતત ઉપયોગ કરવાથી વાળની ગુણવત્તા અને સુંદરતામાં વધારો થાય છે.
3) માથામાં અળસીનું તેલ નાખવાથી તમારા વાળ ખરતા નથી, એક વાળમાંથી બીજો વાળ ફૂટતો નથી અને માથામાં ખોડાની સમસ્યા પણ થતી નથી. જો તમારા વાળ શુષ્ક છે, તો પછી અળસી તમારા વાળ માટે એક વરદાન રૂપ છે.
4) જો તમને ખુબ જ વાળ ખરવાની અથવા માથાનીની ચામડી અને વાળમાં ખોડાની સમસ્યા છે, તો માથામાં અળસીની પેસ્ટ અથવા અળસીનું તેલ નાખવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે.
5) અળસીમાં ઓમેગા 3 ફેટી એસિડની માત્ર ખુબ જ વધારે હોય છે, જે વાળને સ્વસ્થ અને મજબૂત બનાવે છે તેમજ વાળને સિલ્કી બનાવે છે અને વાળને ખરતા અટકાવે છે.