ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ભારતના વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ ને રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે. 2014 ની ચૂંટણી માં તેમની રણનીતિ ને લીધે મોદી સરકારે જીતનો તાજ પહેર્યો હતો. મોદી સાથે તેમની પહેલી મુલાકાત 1982 માં થઇ હતી, ત્યારે તેઓ અમદાવાદની એક કોલેજમાં સ્ટુડન્ટ હતા, ત્યારે મોદી સંઘના પ્રચારક હતા. તેઓ ભાજપ સાથે 1986 માં જોડાયા હતા, આપણે સહુ અમિત શાહ ની પ્રોફેશનલ લાઈફ વિષે ઘણું જાણીએ છીએ પણ આજે અમે તમને તેની અંગત જીવન અને ખાસ કરીને તેમની પત્ની સોનલ શાહ વિષે જણાવીશું.22 ઓક્ટોબર 1964 ના રોજ અમિત શાહ નો જન્મ થયો હતો અને તેઓ જયારે 1987 ની સાલમાં 23 વર્ષના હતા ત્યારે તેમણે સોનલ શાહ ની સાથે લગ્ન કરી લીધા હતા, તેમના લગ્ન અરેંજ મેરેજ હતા અને એવું કહેવાય છે કે અમિત શાહે જયારે તેમની પત્નીને પહેલી વાર જોઈ હતી ત્યારેજ તેમને સાત જન્મ વાળો પ્રેમ થઇ ગયો હતો, અમિત શાહ મુંબઈના એક સમૃદ્ધ ગુજરાતી પરિવાર થી હતા, રાજકારણમાં આવતા પહેલા તેઓ તેમના પરિવારનો પ્લાસ્ટિક પાઇપ બનાવાનો બિઝનેસ સંભાળતા હતા. અમિત શાહને 6 બહેનો છે, જેમાંથી બે શિકાગો માં રહે છે અને તેમને કોઈ ભાઈ નથી તેમના પરિવારના તેઓ એક માત્ર દીકરા છે.
અમિત શાહની પત્ની સોનલ મૂળ કોલ્હાપુર, મહારાષ્ટ્ર થી છે, જેમણે પ્રિસેસ પદ્મરાજે ગર્લ્સ હાઈ સ્કૂલ, કોલ્હાપુર માં તેમને અભ્યાસ પૂરો કર્યો હતો અને તેમને ફરવાનો, શોપીંગ અને ધાર્મિક ગીતો સાંભળવાનો શોખ છે, અમિત શાહ અને સોનલને એક દીકરો છે જેનું નામ જય શાહ છે, સોનલ અને અમિતે તેમના દીકરાના લગ્ન 2015 માં ઋષિતા પટેલ નામની યુવતી સાથે કરાવ્યા હતા.
સોનલ શાહ એક આદર્શ પત્ની છે, તેઓ અમિત શાહની સાથે દરેક મુશ્કેલીમાં ઉભા રહ્યા છે, અમિત શાહના દિવસો સારા હોય કે નબળા, પણ તેમની પત્નીનો સપોર્ટ તેની સાથે જ હોય છે, અમિત શાહ કામની લીધે ઘણા વ્યસ્ત હોય છે, જેથી તેમની મુલાકાત ઓછી થાય છે.
2019 ની ચૂંટણી ના સમયે અમિત શાહે જે એફિડેવિટ આપી હતી તેના મુજબ છેલ્લા 7 વર્ષમાં તેમની મિલ્કતમાં 7 ગણો વધારો થયો હતો, વિગતમાં જોઈએ તો 2012 માં અમિત શાહ અને તેમની પત્ની સોનલ શાહ ની કુલ સંપત્તિ 11.79 કરોડ રૂપિયા હતી, આ રકમ 2019 માં વધીને 38.81 કરોડ રૂપિયા થઇ હતી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે 38.81 કરોડ રૂપિયામાંથી 23.45 કરોડ તેમને વારસામાં મળી હતી.
એમાં પણ જો બંનેના બૈંક એકાઉન્ટની વાત કરીએ તો તેમાં 27.80 લાખ રૂપિયા છે, આ સિવાય એક 9.80 લાખની ફિક્સ ડિપોઝીટ છે, ઈન્ક્મ ટેક્સ રિટર્ન 2017-18 અનુસાર શાહ અને તેમની પત્ની ની વાર્ષિક આવક 2.84 કરોડ રૂપિયા છે, એમાંથી અમિત શાહની આવક 53.90 લાખ રૂપિયા છે જયારે તેમની પત્ની સોનલ શાહની આવક 2.30 કરોડ રૂપિયા છે, એટલે કે તેમના પતિ અમિત શાહ થી ચાર ગણી વધારે કમાણી કરે છે. આ દંપતી પાસે 90 લાખના ઘરેણાં છે. જેમાંથી 34.11 લાખના ઘરેણાં અમિત શાહના છે અને 59.92 લાખના ઘરેણાં સોનલ શાહના છે.