અમિતાભ બચ્ચને 77 વર્ષની ઉંમરે એક ઉમદા પહેલ કરતા અંગદાન આપવાનો સંકલ્પ લીધો છે. તેણે આ માહિતી મંગળવારે મોડી રાત્રે ટ્વીટ કરી હતી. તેણે એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં તેણે તેના કોટ પર લીલા રંગની રિબન લગાવી હતી, જે અંગ દાનના સંકલ્પનું પ્રતીક છે.
અમિતાભ બચ્ચન પરપ્રાંતિય મજૂરોની મદદ માટે પણ આગળ આવ્યા હતા. તેમણે પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારને 2.5 કરોડ રૂપિયાની સહાય કરી હતી.
અમિતાભ બચ્ચને તેના ટ્વિટમાં લખ્યું કે, “મેં અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે… તેની પવિત્રતા બતાવવા માટે મેં લીલા રંગની રિબન લગાવી છે.”
અમિતાભ બચ્ચને બુધવારે સવારે એક બીજા ટ્વીટમાં કહ્યું કે, તે પેંગોલિન માસ્ક પહેરીને કામ કરવા માટે જાય છે. અને તે દિવસમાં 15 કલાક કામ કરે છે. આ ટ્વીટ સાથે પણ તેણે તેનો એક ફોટો શેર કર્યો.
અમિતાભની ઉંમર 77 વર્ષ થઈ ગઈ છે, પરંતુ તે આ ઉંમર અને કોરોના રોગચાળો હોવા છતાં ખૂબ જ સક્રિય અને સખત મહેનત કરે છે. 13 સપ્ટેમ્બરના રોજ લખેલા પોતાના બ્લોગમાં, તેમણે કહ્યું હતું કે ‘કામ માટે શ્રેષ્ઠ દિવસ તે છે, જ્યારે બધા જ લોકો આરામ કરે છે. જેમકે રવિવાર.
ફિલ્મોની વાત કરીએ તો બિગ બી છેલ્લે ‘ગુલાબો સીતાભો’ ફિલ્મમાં જોવા મળ્યા હતા, જે 12 જૂને ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રીલિઝ થઈ હતી. તેની આગામી ફિલ્મોમાં ‘ચહેરે’, ‘બ્રહ્માસ્ત્ર’, ‘બટરફ્લાય’ અને ‘ઝુંડ’ શામેલ છે.
અમિતાભ બચ્ચને અંગદાન કરવાનો સંકલ્પ લીધો તેથી સોશિયલ મીડિયા યૂજર્સઓ તેમની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. ઘણા લોકોએ તેમના સર્ટિફિકેટો શેર કરતા કહ્યું કે, તેઓએ પણ અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે.