કોણ છે અમિતાભ બચ્ચન? કદાચ હવે આ પ્રશ્નનો જવાબ આપવાની જરૂર નથી. અમિતાભે ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકતાંની સાથે જ સાબિત કરી દીધું હતું કે તેઓ પોતાની જાતને કોઈપણ પાત્રમાં સારી રીતે ઢાળી શકે છે. પોતાના ફિલ્મી કરિયરમાં અત્યાર સુધીમાં બોલિવૂડ સુપરસ્ટારે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. હવે 79 વર્ષની ઉંમરે તે પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. હિન્દી ફિલ્મોમાં ધૂમ મચાવ્યા બાદ હવે અમિતાભ ગુજરાતીમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. તે ટૂંક સમયમાં એક ગુજરાતી ફિલ્મમાં એકટિંગ કરતા જોવા મળશે.
કેમ આટલી ખાસ છે અમિતાભ બચ્ચનના ઘરે લાગેલી આ બળદની પેઇન્ટિંગ?, કિંમત છે 4 કરોડની…
અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મમાં એકટિંગ કરવા જઈ રહ્યા છે
અમિતાભ બચ્ચને હાલમાં જ ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલા માટે’નું શૂટિંગ શરૂ કર્યું છે. ખાસ વાત એ છે કે તેણે આ ફિલ્મ માટે એક પણ રૂપિયો નથી લીધો. હા, અમિતાભે આ ફિલ્મ ફ્રીમાં સાઈન કરી છે. અલબત્ત આ ફિલ્મમાં બિગ બીનો રોલ નાનો છે, પરંતુ ઘણો મહત્વનો છે. ગુજરાતી ફિલ્મમાં અમિતાભ બચ્ચન ગુજરાતીમાં ડાયલોગ બોલતા જોવા મળશે.
અમિતાભ બચ્ચને લીધો અંગદાન કરવાનો સંકલ્પ, પવિત્રતા દર્શાવવા લીલા રંગની રિબન લગાવી ફોટો કર્યો શેર…
પ્રોડ્યુસર આનંદ પંડિતે અમિતાભ બચ્ચનના વખાણ કર્યા
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ફિલ્મના નિર્માતા આનંદ પંડિતે કહ્યું હતું કે જ્યારે તેમણે અમિતાભને કહ્યું હતું કે ‘તમે (અમિતાભ) પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહ્યા છો, તો તેના ડાયલોગ્સને ડબિંગ આર્ટિસ્ટ પાસે ડબ કરાવી શકીએ છે’ પરંતુ તેના જવાબમાં અમિતાભે ચોખ્ખી ના પાડી દીધી.
આ કારણે અમિતાભ-રેખા હંમેશા માટે દૂર થઈ ગયા, બિગ બીના આ એક નિર્ણયથી અભિનેત્રી તૂટી ગઈ
આ ફિલ્મ 19 ઓગસ્ટે રિલીઝ થશે
બિગ બી કહે છે, ‘આનંદ જી, અમે તો અમારું કામ કરીશું. જો તમને કામ સારું ના લાગે તો અવાઝ ડબ કરાવી લેજો. તમે મારા પર વિશ્વાસ રાખો તમે મારા કામ થી તમે નિરાશ થશો નહીં. તમને જાણીને નવાઈ લાગશે કે અમિતાભ બચ્ચન પણ થોડું થોડું ગુજરાતી શીખ્યા છે. તમને જણાવી દઈએ કે ‘ફક્ત મહિલા માટે’ 19 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
જાણો અમિતાભ બચ્ચનથી લઈને અક્ષયકુમાર સુધી આ 5 સુપરસ્ટાર બોલિવૂડમાં આવતા પહેલા કરતા હતા આ કામ…