સૌ કોઈ લોકો ખૂબસુંદર દેખાવા ઈચ્છે છે. સુંદર દેખાવા માટે અનેક પ્રકારના ઉપાય કરે છે. કેટલાક લોકો ગ્લોઈંગ અને સુંદરતા માટે સર્જરીની મદદ પણ લે છે. આજકાલ મોડલ્સ અને હીરોઈન કોસ્મેટિક સર્જરીની મદદથી પોતાના લુકમાં બદલાવ કરે છે, પરંતુ એકવાર સર્જરી કરાવ્યાં પછી મોંઘી સાબિત થાય છે. સર્જરી પછી તેનો ચહેરો પહેલાથી પણ વધું ખરાબ થઈ જાય છે. આ પ્રકારના ઘણાં મામલા સામે આવી ચુક્યું છે. ત્યારે બેલારૂસમાં રહેતી રિયાલિટી ટીવી સ્ટાર એનાસ્તસિયા બલિંસ્કયા સાથે પણ કઈક આવું જ બન્યું છે. 29 વર્ષીય રિયાલિટી ટીવી સ્ટારે સુંદરતા માટે કોસ્મેટિક સર્જરી કરાવી હતી. પરંતુ હવે મહિલાનું નાક હવે સડવા લાગ્યું છે.
ફેન્સથી આર્થિક મદદની અપીલ
એક રિપોર્ટ અનુસાર, બેલારૂસમાં રહેતી ટીવી સ્ટાર એનાસ્તરિયા બલિંસ્કયાએ પોતાની સુંદરતા વધારવા માટે સર્જરી કરાવી હતી. પરંતુ સર્જરી પછી તે અનેક પ્રકારની પરેશાનીથી પીડાય રહી છે. હવે તેનું નાક સડવા લાગ્યું છે. તેણે તેના ફોટા પોતાની ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે. સાથે જ પોતાના ફેન્સથી આર્થિક મદદની અપીલ કરી છે. તેનું કહેવું છે કે ફરીવાર સર્જરી કરાવવા માટે તેની પાસે પૈસા નથી.
પૂરી રીતે સડી ગયું નાક
અનાસ્તસિયાનુ કહેવું છે કે તેનું નાકમાં ખૂબ સોજા આવી ગયાં છે. તેની કોસ્મેટિક સર્જરી કરાવ્યાના ઘણાં વર્ષ વીતિ ચુક્યાં છે. હવે તેને ફરીથી તેના નાકની સર્જરી કરાવવી પડશે. ડોક્ટરોના અનુસાર, હવે તેની પાસે વધું સમય નથી. મોડું કર્યા વગર સર્જરી કરાવવાની જરૂરીયાત છે. રિયાલિટી સ્ટારનું કહેવું છે, નાક બચવવા માટે તેની પાસ માત્ર બે મહિનાનો સમય જ છે. જો સર્જરી ન કરવામાં આવી તો નાક સંપૂર્ણ રીતે સડી જશે.
નથી મળી રહી લોન
અનાસ્તસિયા સોશિયલ મીડિયા દ્વારા પોતાની પીડા જણાવી રહી છે. તેનું કહેવું છે કે કોરોનાના કારણ બધી પ્રકારથી તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તેના પાસે સારવાર માટે પૂરતા પૈસા નથી. તેણે લોન માટે અપ્લાય કરી પરંતુ કોઈ કારણથી મળી ન શકી. તે પોતાના નાકને બચાવવા માટે બધાંથી આર્થિક મદદ માંગી રહી છે.