Homeજાણવા જેવુંભારતમાં ૨૦૦ વર્ષ રહીને અંગ્રેજોએ લુંટેલા પૈસાની રકમ જાણીને તમે પણ ચોંકી...

ભારતમાં ૨૦૦ વર્ષ રહીને અંગ્રેજોએ લુંટેલા પૈસાની રકમ જાણીને તમે પણ ચોંકી જશો.

આપણે બ્રિટીશરોની ચુંગાલમાંથી મુક્ત થયાને ૭૧ વર્ષ થયા છે. આ સ્વતંત્રતા મેળવવા માટે ભારતે લાખો લોકોના બલિદાન જ નહી પણ બ્રિટીશરોએ દેશની આખી તિજોરી લૂંટી અને પોતાના દેશ પાછા ફર્યા. એક સમયે આપણા દેશને સુવર્ણ પક્ષી કહેવામા આવતુ હતુ. હવે આપણે અર્થતંત્રના મુદ્દે અમેરિકા સમક્ષ ઘૂંટણિયે પડ્યા છે. ભારત પર કબજો કરવાનો બ્રિટિશરોનો એક જ ઉદ્દેશ હતો – ભારતની સંપત્તિ લૂંટી લેવી. આપણી સમૃદ્ધિને ધ્યાનમા રાખીને તેઓએ અહી ભાગલા પાડવા અને શાસનની નીતિ અપનાવી જેથી દેશને અલગ-અલગ કરીને લૂંટી શકાય.

૨૦૦ વર્ષથી દેશમા ત્રાસ આપતા બ્રિટિશરો પાછા ફર્યા પણ તે સમયમા તેઓએ આપણા ઘણા પૈસા લૂંટી લીધા હતા. ઘણા લોકોના મનમા આ પ્રશ્નો આવે છે કે અંગ્રેજોએ આપણા દેશની કેટલી રકમ લૂટી છે. આ મામલે કોઈ બે મંતવ્યો નથી કે આ સવાલ તમારા મનમા ક્યારેક આવતો જ હશે.

દરેક ભારતીય માટે આ સવાલનો જવાબ જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમને આ સવાલનો જવાબ પણ મળી ગયો છે. જાણીતા અર્થશાસ્ત્રી ઉત્સા પટનાયકે પોતાના નિબંધમા લખ્યુ છે કે બ્રિટિશરોએ ભારતના લગભગ ૪૫ ટ્રિલિયન (રૂ. 3,19,29,75,00,00,00,000.50) લૂંટયા છે. આ જ કારણ છે કે આજે પણ આપણો દેશ ખરાબ અર્થવ્યવસ્થાથી પીડિત છે.

ઉત્સા પટનાયકનો આ નિબંધ કોલમ્બિયા યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામા આવ્યો છે. ઉત્સાએ કહ્યું કે ભારતની માથાદીઠ આવક ૧૯૦૦-૦૨ ની વચ્ચે ૧૯૬.૧ રૂપિયા હતી, જ્યારે તે ૧૯૪૫-૪૬ મા ૨૦૧.૯ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

ઉત્સાએ કહ્યુ કે બ્રિટિશરોએ ભારત છોડ્યાને ૭૧ વર્ષ થયા છે પરંતુ તેમના દ્વારા આપવામા આવેલી વસાહતીકરણની ઈજા હજી સુધી ભરાણી નથી. પોતાના નિબંધમા ઉત્સાએ સમજાવ્યુ કે બ્રિટિશરોએ ભારતને લૂંટ્યુ અને બરબાદ કર્યુ અને પોતાના ગૌરવ માટે ભારતનુ નામ ક્યારેય લીધુ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments