શા માટે અંતિમ સંસ્કાર બાદ સ્નાન કરવું જરૂરી છે? જાણો તેની પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો…

512

હિન્દુ ધર્મમાં કેટલાક સનાતની નિયમો છે જે તમામ પ્રકારના લોકોને લાગુ પડે છે, જેમ કે વૈજ્ઞાનિકોને પાણી બનાવવા માટે હાઇડ્રોજનના બે અણુઓ અને ઓક્સિજનની એક અણુની જરૂર હોય છે, પછી ભલે તે બ્રહ્માંડના કોઈપણ ભાગમાં હોય. એ જ રીતે, આપણા સનાતન ધર્મમાં પણ કેટલાક નિયમો છે. તેમનો એક નિયમ એવો છે કે, અંતિમ સંસ્કાર બાદ સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો તમને તેના વિષે વિગતવાર જણાવીએ.

શબયાત્રા અને અંતિમ સંસ્કાર બાદ તરત જ નહાવાની જરૂર શું છે. આ સવાલ મોટા ભાગના લોકોના મનમાં આવ્યો જ હશે, તો ચાલો તમને જણાવીએ કે આ પરંપરાના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો શું છે?

ધાર્મિક કારણ એ છે કે, સ્મશાનભૂમિ પર નિરંતર અંતિમ સંસ્કારનું જ કાર્ય થાય છે તેથી ત્યાં એક પ્રકારની નકારાત્મક ઉર્જા હોય છે જે નબળા મનોબળ વાળા વ્યક્તિને નુકસાન પહોંચાડે છે. સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ ભાવનાશીલ હોય છે, તેથી તેમને સ્મશાનમાં જવા દેવામાં આવતી નથી. શાસ્ત્ર મુજબ, અંતિમ સંસ્કાર પછી પણ, મૃત આત્માનું સૂક્ષ્મ શરીર થોડો સમય ત્યાં રહે છે, જે તેની પ્રકૃતિ અનુસાર હાનિકારક અસર પણ કરી શકે છે.

વૈજ્ઞાનિક કારણો અનુસાર, મૃત શરીરના અંતિમ સંસ્કાર પહેલા જ વાતાવરણ સૂક્ષ્મ અને ચેપી જંતુઓથી ચેપગ્રસ્ત થઈ જાય છે. આ ઉપરાંત, મૃત વ્યક્તિ પણ કોઈ ચેપી રોગથી પણ પીડિત હોય છે. જેના કારણે ત્યાં હાજર લોકો પર કોઈ ચેપી રોગની અસર થવાની સંભાવના રહે છે. આકારણ થી જ અંતિમ સંસ્કાર બાદ સ્નાન કરવામાં આવે છે, સ્નાન કરવાથી ચેપી જીવાણુઓ નાશ પામે છે.

જ્યારે કોઈ વ્યક્તિ સળગતી ચિતાની સામે ઉભું રહે છે, તો તેના શરીરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે, જે સ્મશાનગૃહમાં જ શક્ય છે કારણ કે, સ્મશાનમાં મંગળ અને શનિ ગ્રહની ઉર્જા ખુબ જ વધારે હોય છે, જેના કારણે આપણા શરીરની નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થઈ જાય છે. 

ઋષિ-મુનિઓ ખૂબ જ વિદ્ધાન હતા અને તેમને સ્મશાનમાં એક કૂવો બનાવ્યો હતો અને અંતિમ સંસ્કાર બાદ, દરેક લોકો તેમાં સ્નાન કરતા હતા અને નકારાત્મક ઉર્જાથી છૂટકારો મેળવતા હતા, તેથી શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે, જો શુભ કાર્યમાં ન જાવ તો કાંઈ નહીં, પરંતુ અંતિમ સંસ્કારમાં અવશ્ય જવું. આમ અંતિમ સંસ્કાર બાદ સ્નાન કરવું જ જોઇએ, અને ત્યાર પછી જ બીજા કામની શરૂઆત કરવી જોઈએ.

Previous articleભગવાન બૃહસ્પતિની પૂજા અને ઉપાસના કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમને ઈચ્છા મુજબ વરદાનની પ્રાપ્તિ થાય છે, જાણો આ વ્રત કથા વિષે…
Next articleઆ 80 વર્ષીય શૌખીન વૃદ્ધ પાસે છે 80 પોર્શ કાર, કંપની પણ કરે છે તેની પ્રશંસા…