Homeહેલ્થવાળ ખરવાથી લઈને માથાની ચામડી સુધીની બધી સમસ્યાઓનું નિવારણ કરે છે આ...

વાળ ખરવાથી લઈને માથાની ચામડી સુધીની બધી સમસ્યાઓનું નિવારણ કરે છે આ ઔષધિ…

અરીઠા એક ઔષધિ છે જે આયર્નથી ભરપુર હોય છે, જે વાળ માટે ખૂબ ઉપયોગી છે. તેમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ વાળના વિકાસ માટે જરૂરી છે. અરીઠા માથાને અને વાળને એક ઉત્તમ સફાઈ કરવાનો ગુણ ધરાવે છે જે વાળને કોઈપણ પ્રકારના ચેપથી સુરક્ષિત રાખે છે. જો ખોપરી ઉપરની ચામડીમાં કોઈપણ પ્રકારનાં બેક્ટેરિયા અથવા ફૂગ હોય તો, અરીઠા તેનાથી મુક્ત કરી શકે છે.

અરીઠા વાળ ખરતા અટકાવે છે, સાથે જ વાળનો વિકાસ પણ વધારે છે. જો તમારા માથામાં જૂ હોય તો અરીઠા વાપરો. જો તમારા વાળ સફેદ થવા લાગ્યા હોવ તો અરીઠા વાપરો. અરીઠા વાળ કાળા, નરમ અને સિલ્કી બનાવે છે. અરીઠા થી વાળના અસંખ્ય ફાયદા થાય છે. તો ચાલો આપણે જાણીએ કે અરીઠા વાળને કેવી રીતે અને શું ફાયદો કરે છે.

જો તમારા વાળ સુકા અને નિર્જીવ છે, તો પછી તમારા વાળની ખોવાયેલી ચમકને પાછી લાવવા માટે અરીઠા વાપરી શકાય છે. અરીઠા હેર પેક વાળને ચમકાવા અને સુકા થયેલા વાળને ફરી પાછા મૂળ સ્વરૂપમાં લાવવા મદદ કરે છે.

અરીઠા ડેન્ડ્રફ પર કાબુ મેળવે છે અને માથામાંથી ડેન્ડ્રફ દૂર કરે છે, ડેન્ડ્રફ દૂર કરવા માટે, અરીઠાને પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવો અને તેનો નિયમિત ઉપયોગ કરો. તમે આ પેસ્ટ નો ઉપયોગ નહાતા પહેલા કરી શકો છો.

જો તમારા વાળ વધારે પડતા ખરી જાય છે, તો પછી સ્નાન કરતા પહેલા તમારા વાળને અરીઠાંના પાણીથી સાફ કરો, આનાથી વાળ ખરવાની સમસ્યામાં ઘટાડો થશે અને ધીમે ધીમે વાળ ખરવાનું બંધ થશે. જો તમારા વાળ વધારે માત્રમાં ખરે છે, તો તમે અરીઠાની પેસ્ટ બનાવીને વાળમાં લગાવી શકો છો.

અરીઠાની પેસ્ટ બનાવવા માટે, 1 ઇંડા, 1 ચમચી આમળા પાવડર, ડ્રાય અરીઠા અને શિકાકાઈ પાવડર મિક્સ કરો. આ પેસ્ટથી માથાની ચામડીની પર માલિશ કરો, અને તેને 30 મિનિટ માટે એમજ છોડી દો. અડધા કલાક પછી તમારા માથાને હળવા શેમ્પૂથી ધોઈ લો. જો તમે આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરો છો, તો વાળ ખરવા બંધ થશે.

વાળ ધોવા માટે અરીઠાનું શેમ્પૂ બનાવો, આ શેમ્પૂ વાળના વિકાસમાં વધારો કરશે તેમજ ખોડો પણ દૂર કરશે. તેને તૈયાર કરવા માટે, તમે 100 ગ્રામ આમળા, 100 ગ્રામ સૂકા અરીઠા અને શિકાકાઈને 1 લિટર પાણીમાં ઉકાળો, જયા સુધી પાણી અડધું ના થાય ત્યાં સુધી ઉકાળવા, ત્યાર બાદ આ મિક્ષણને એક બોટલમાં ભરીને રાખી મૂકો, આ શેમ્પૂનો તમે 2 મહિના સુધી ઉપયોગ કરી શકો છો, આ શેમ્પૂ વાપરવાથી થતો ફાયદો તમે જાતે જ જોશો. અરીઠા વાળમાંથી ગંદકી, ખોડો દૂર કરે છે અને ખરતા વાળની સમસ્યાને અટકાવે છે, વાળમાંથી નીકળતી ગંદકીની સાથે સાથે, અરીઠા જૂ પણ મારે છે.

જો તમને અમારો આ લેખ ગમ્યો હોય તો શેયર કરીને આપણા આ પેજને લાઈક જરૂર કરજો, વધારે સારા આર્ટીકલ્સ અને દેશ દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં મેળવવા માટે લાઈક કરો ગુજરાત પેજ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments