Homeધાર્મિકશું તમે જાણો છો કે ક્યાં કારણ ના લીધે અર્જુન યુધિષ્ઠિરને મારવા...

શું તમે જાણો છો કે ક્યાં કારણ ના લીધે અર્જુન યુધિષ્ઠિરને મારવા માંગતો હતો ? આમાં ભગવાન શ્રીકૃષ્ણ એ કઈ રીતે ભાગ લીધો હતો.

આપણે સૌએ મહાભારત વિશે સાંભળ્યુ છે. તેના દરેક પર્વ ખૂબ જ રસપ્રદ હોવાને કારણે વર્તમાન સમયમા પણ લોકો તેને વાંચવાનુ અને સાંભળવાનુ પસંદ કરે છે. આજે પણ લોકોમા આ વિશે ઘણી જીજ્ઞાસા છે. એવી ઘણી બાબતો છે જેના વિશે આપણે હજી જાગૃત નથી. અમે આવી જ એક ઘટનાનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ.

આપણે જાણીએ છીએ કે યુધિષ્ઠિર પાંચ પાંડવોમાં સૌથી મોટો હતો. બીજા બધા ભાઈઓ પોતાના મોટા ભાઈ યુધિષ્ઠિનુ માન રાખતા હતા. આટલુ સન્માન હોવા છતા પણ એવું તો શું થયુ હશે કે અર્જુને પોતાના મોટા ભાઈ યુધિષ્ઠિરની હત્યા વિશે વિચારવુ પડ્યું? યુધિષ્ઠિરને અર્જુન મારવા માગે છે તે પાછળ કઇ મજબૂરી હતી? ચાલો જાણીએ.

મહાભારતના કર્ણ પર્વ મુજબ કર્ણ જ્યારે કૌરવ સૈન્યનો સેનાપતિ હતો ત્યારે કર્ણ અને યુધિષ્ઠિર વચ્ચે ભીષણ યુદ્ધ થયુ હતુ. આ યુધમા કર્ણએ યુધિષ્ઠિરને ઘાયલ કર્યો હતો. ઇજાગ્રસ્ત યુધિષ્ઠિર પોતાની છાવણીમા આરામ કરી રહ્યો હતો તે જ સમયે અર્જુન અને શ્રી કૃષ્ણ ત્યા તેમને મળવા પહોંચ્યા.

બંનેને એક સાથે આવતા જોઈને યુધિષ્ઠિરને લાગ્યુ કે કદાચ અર્જુને કર્ણને મારી નાખ્યો છે અને તે જ વાત કહેવા અહી આવ્યો છે. પરંતુ જ્યારે યુધિષ્ઠિરને ખબર પડી કે કર્ણ જીવંત છે ત્યારે તે ખૂબ ગુસ્સે થયા અને તેણે અર્જુનને ઘણુ સંભળાવ્યુ. એટલું જ નહી યુધિષ્ઠિરે અર્જુનને પોતાના શસ્ત્રો બીજાને આપવા પણ કહ્યુ.

અહીં અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી કે જે કોઈ તેમને પોતના શસ્ત્રો બીજાને આપવા માટે કહેશે તેને તેવો મારી નાખશે. પ્રતિજ્ઞાને અનુસરવા અર્જુને યુધિષ્ઠિરની હત્યા કરવા માટે પોતાની તલવાર ઉચી કરી કે તરત શ્રી કૃષ્ણએ તેમને રોક્યા.
ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવ્યુ કે આપણા થી મોટા વડીલોને જો અપશબ્દ કહીએ તો તેમના વધ સમાન છે.

શ્રી કૃષ્ણની સલાહ મુજબ અર્જુન યુધિષ્ઠિરને ઘણા અપશબ્દો કહે છે. આ રીતે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર અને અર્જુન બંનેને સમજાવ્યા અને બંને ભાઈઓ વચ્ચેનો વિવાદ સમાપ્ત કર્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments