Homeફિલ્મી વાતોજાણો 'આશા ભોસલે' વિશેની 16 રોચક માહિતી.

જાણો ‘આશા ભોસલે’ વિશેની 16 રોચક માહિતી.

1) 8 સપ્ટેમ્બર 1933 ના રોજ જન્મેલા આશા ભોસલેએ 1943 થી કારકિર્દીની શરૂઆત કરી હતી.

2) તેમણે હિન્દી ફિલ્મોમાં ગાવાની શરૂઆત 1948 માં આવેલી ફિલ્મ ચૂનરીયાથી કરી હતી. હંસરાજ બહલના સંગીત નિર્દેશનમાં તેમણે ‘સાવન આયા’ ગીત ગાયું હતું.

3) આશા ભોસલેએ એક હજારથી પણ વધુ ફિલ્મોમાં ગીતો ગાયા હોવાનું કહેવાય છે.

4) વર્ષ 2006 માં આશા ભોસલેએ કહ્યું હતું કે તેણે 12 હજારથી પણ વધુ ગીતો ગાયા છે.

5) આશા ભોસલે ગિનીસ બુક મુજબ સૌથી વધુ ગીતો ગાનાર ગાયિકા છે.

 

6) આશા ભોસલેને ભારત સરકાર દ્વારા દાદાસાહેબ ફાળકે અને પદ્મવિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

7) આશા ભોંસલેએ એક ફિલ્મ ‘માઈ’માં પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં તેમની પ્રશંસા પણ કરવામાં આવી હતી.

8) આશા ભોસલેની કારકિર્દીના પ્રારંભિક સમયગાળામાં ગીતા બાલી, શમશાદ બેગમ અને લતા મંગેશકર જેવા મોટા નામો ગાયક જગત પર પ્રભુત્વ ધરાવતા હતા. આવી સ્થિતિમાં, આશા ભોસલે તેમના દ્વારા ગાયેલા ગીતો જ ગાતા હતા.

9) આશાને ફિલ્મોની બીજા નંબરની ગાયિકા માનવામાં આવતી હતી. 

10) 16 વર્ષની ઉંમરે, આશા તાઈએ 31 વર્ષીય ગણપત રાવ ભોંસલે સાથે લગ્ન કર્યા.

11) ગણપત રાવ લતા મંગેશકરના પર્સનલ સેક્રેટરી હતા. લતા સહિત આખું મંગેશકર પરિવાર આશાના લગ્નની વિરુદ્ધ હતું, પરંતુ આશાએ આ વાત સાંભળી નહીં. આનાથી લતા અને આશા વચ્ચેના સંબંધોમાં વેરભાવ આવ્યો અને બંને વર્ષો સુધી બોલતા ન હતા.

12) આશા તાઈને ત્રણ બાળકો હતા. મોટા પુત્રનું નામ હેમંત છે, જે પાયલેટ હતો. સંગીત દિગ્દર્શક તરીકે પણ હેમંતે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું. તેની પુત્રીનું નામ વર્ષા હતું. એ તેના નાના પુત્રનું નામ આનંદ હતું જે આશાની કારકિર્દીનું સંચાલન કરે છે. આશા તાઈની પુત્રી વર્ષાએ 2012 માં 56 વર્ષની વયે આત્મહત્યા કરી હતી.

13) સુપ્રસિદ્ધ સંગીતકાર રાહુલ દેવ બર્મન સાથે આશા ભોસલેએ બીજા લગ્ન કર્યા, જે તેણીથી 6 વર્ષ નાના હતા. રાહુલના પણ આ બીજા લગ્ન હતા.

14) આશા ભોસલે ગાયિકા ઉપરાંત રસોઈ બનાવવામાં પણ માસ્ટર છે. 

15) આશા ભોસલેએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, જો તેમની ગાયકીની કારકીર્દિ બંધ થઈ જાય તો તે રસોઈ બનાવવાની કારકિર્દી શરૂ કરશે.

16)આશા ભોસલે, એક મહાન ગાયિકા હોવા ઉપરાંત, એક ઉત્તમ મિમિક્રી કલાકાર પણ છે. તે લતા મંગેશકર અને ગુલામ અલીના અવાજમાં પણ ગીતો ગાઇ શકે છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments