જાણો રામનગરી અયોધ્યામાં આવેલા તીર્થયાત્રા માટે ના આ ૧૦ મનોહર સ્થળ વિષે.

435

સપ્તપુરીઓમાથી એક અયોધ્યા હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ સમુદાયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ ધાર્મિક તીર્થસ્થાન છે. ભારતીય ધર્મના ઘણા સ્મારકો, મંદિરો અને પવિત્ર સ્થાનો છે. તો ચલો તેના વિષે સંક્ષિપ્તમા જાણીએ.

૧) અયોધ્યાનો ઘાટ :- અયોધ્યા ઘાટ અને મંદિરોનુ પ્રખ્યાત શહેર છે. સરયુ નદી અહીથી વહે છે. સરયુ નદીના કાંઠે ૧૪ મોટા ઘાટ છે. તેમાંથી ગુપ્ત દ્વાર ઘાટ, કૈકેયી ઘાટ, કૌશલ્યા ઘાટ, પાપમોચન ઘાટ, લક્ષ્મણ ઘાટ વગેરે વિશેષ નોંધપાત્ર છે.

૨) રામ જન્મભૂમિ :– અયોધ્યામા મુખ્ય રૂપે રામ જન્મ ભૂમિના દર્શન કરવામા આવે છે, જ્યા રામલાલા બેસે છે.

૩) હનુમાન મંદિર :– અયોધ્યાના કેન્દ્રમા હનુમાન ગઢીમા રામભક્ત હનુમાનજીનુ વિશાળ મંદિર છે.

૪) દંતધાવન :– હનુમાન ગઢી વિસ્તારમા દાંતધાવન કુંડ છે જ્યા શ્રી રામ દાંત સાફ કરતા. તેને રામ દાતૌન પણ કહેવામા આવે છે.

૫) કનક ભવન મંદિર :- અયોધ્યામા કનક ભવન મંદિર પણ જોવા માટે યોગ્ય છે કે જ્યા રામ અને જાનકીની સુંદર મૂર્તિઓ રાખવામા આવે છે.

૬) રાજા દશરથનો મહેલ :– અહી રાજા દશરથનો મહેલ પણ ખૂબ પ્રાચીન અને વિશાળ છે.

૭) ભગવાન ઋષભદેવનુ જન્મસ્થળ :- અયોધ્યામા એક દિગમ્બર જૈન મંદિર છે જ્યા ઋષભદેવજીનો જન્મ થયો હતો. આદિનાથ ઉપરાંત અજિતનાથ, અભિનંદનાથ, સુમતિનાથ અને અનંતનાથનો પણ જન્મ અયોધ્યામા થયો હતો. અહી તેમના જન્મસ્થળ ઉપર મંદિરો બનાવવામા આવ્યા છે.

૮) બૌદ્ધ સ્થળ :- અયોધ્યાના મણિ પર્વત પર બૌદ્ધ સ્તૂપના અવશેષો છે. એવુ કહેવામા આવે છે કે ભગવાન બુદ્ધના મુખ્ય ઉપાસક, વિશાખાએ બુદ્ધના માર્ગદર્શન હેઠળ અયોધ્યામા ધર્મની દીક્ષા લીધી હતી. તેની યાદમા વિશાખાએ અયોધ્યામા મણિ પર્વત પાસે બૌદ્ધ વિહારની સ્થાપના કરી હતી.

એવુ પણ કહેવામા આવે છે કે બુદ્ધના મહાપરિનીર્વાણ પછી બુદ્ધના દાંત આ મઠમાં રાખવામા આવ્યા હતા. ખરેખર અહી સાતમી સદીમા ચીની પ્રવાસી હેંસાંગ આવ્યા હતા. તેમના કહેવા મુજબ અહી ૨૦ બૌદ્ધ મંદિરો હતા અને ૩૦૦૦ સાધુઓ અહી રહેતા હતા અને અહી એક મોટુ ભવ્ય મંદિર હતુ.

૯) નંદીગ્રામ :- અયોધ્યાથી ૧૬ માઇલ દૂર નંદિગ્રામ છે જ્યા ભરત દ્વારા શાસન કરવામા આવ્યુ હતુ.અહી ભરતકુંડ સરોવર અને ભરતજીનુ મંદિર છે.

૧૦) શ્રી બ્રહ્મકુંડ :- દેશ અને વિશ્વના દરેક ખૂણેથી શીખ ભક્તો અયોધ્યામા હાજર ગુરુદ્વારા બ્રહ્મકુંડ સાહિબની મુલાકાત માટે આવે છે. એવુ કહેવામા આવે છે કે શીખ સમુદાયના પ્રથમ ગુરુ નાનક દેવ ૯ મા ગુરુ તેગ બહાદુર અને ૧૦ મા ગુરુ ગોવિંદસિંહે અહી ગુરુદ્વારા બ્રહ્મકુંડમા ધ્યાન કર્યું હતુ.

દંતકથા અનુસાર ભગવાન બ્રહ્માએ ૫,૦૦૦,૦૦૦ વર્ષો સુધી આ સ્થાનની નજીક તપસ્યા કરી હતી. એક તરફ ગુરુદ્વારા બ્રહ્મકુંડમા ગુરુ ગોવિંદસિંહજી અયોધ્યા આવી રહેલી વાર્તાઓથી સંબંધિત ચિત્રો છે, બીજી તરફ તેમની નિહંગ સૈન્યના શસ્ત્રો પણ છે જેના બળ પર તેમણે રામ જન્મભૂમિની રક્ષા માટે મુઘલ સૈન્યની સામે લડત લડી હતી.
અન્ય તીર્થ સ્થળો માં સીતાનુ રસોડું, ચક્ર હરજી વિષ્ણુ મંદિર, ત્રેતા ઠાકુર, રામની પૌઢી, જાનૌરા, ગુપ્તારઘાટ, સૂર્યકુંડ, સોનખર, સરયુ પાર છાપૈયા ગામ, સરિયુ કાંઠે દશરથ મંદિર, નાગેશ્વર મંદિર, દર્શનશ્વર મંદિર, મોતી મહેલ-ફૈઝાબાદ, ગુલાબ બારી-ફૈઝાબાદ અને તુલસી ચૌરા જેવા સ્થળો પણ જોવા માટે ખુબજ યોગ્ય છે.

Previous articleસવારે ઉઠીને આ કામ ન કરવું જોઈએ નહિતર આપણા સ્વાસ્થ્ય પર ખુબજ ખરાબ અસર થાય છે.
Next articleજાણો ભગવાન શિવના વીરભદ્ર અવતાર ના 7 રહસ્યો વિષે.