Homeખબર'બાબાની રેસ્ટોરન્ટ': 'બાબા કા ઢાબા' વાળા બાબાએ નવી રેસ્ટોરન્ટ શરૂ કરી, જૂઓ...

‘બાબાની રેસ્ટોરન્ટ’: ‘બાબા કા ઢાબા’ વાળા બાબાએ નવી રેસ્ટોરન્ટ શરૂ કરી, જૂઓ રેસ્ટોરન્ટના ફોટો

80 વર્ષિય કાંતા પ્રસાદ બાબા કા ઢાબાના માલિક છે અને થોડા સમય પહેલા જ સોશ્યલ મીડિયા પર તેમનો વિડીયો વાયરલ થયો હતો.

થોડા મહિના પહેલા વાયરલ થયેલા વીડિયોમાં લોકોએ કાંતા પ્રસાદને રડતા જોયા હતા. તેમની સ્થિતિ જોઈને બીજા રેસ્ટોરન્ટમાં જવાનું છોડીને લોકોએ બાબાના ઢાબા પર લાઇન લગાડી દીધી હતી, વિડીયો જ્યારે ફેસબુક પર પોસ્ટ થયો તેના બીજા દિવસે જ્યારે કાંતા પ્રસાદ તેમની કેન્ટીન પર પહોંચ્યા, તો ત્યાં લોકોનું મોટું ટોળું હતું અને એ લોકો બાબાના ઢાબા પર જમવા માટે આવ્યા હતા.

વિડીયો વાયરલ થયા પહેલા કોઈ પણ બાબાના ઢાબા પર જમવા આવતું નહોતુ પણ વિડીયો વાયરલ થયા પછી તમે ગમે તે સમયે ત્યાં જાવ તો ત્યાં લોકોની ભીડ રહેતી હતી. જે લોકો બાબાના ઢાબા પર જઈ શકતા ન હતા તેઓએ બાબાને પૈસા મોકલ્યા. ઘણા લોકોએ તેમને પૈસા મોકલ્યા. આ બાબાનું નામ વિવાદમાં પણ ચગ્યું હતું અને લોકોએ તેની મદદ કરનાર ગૌરવનું નામ ખરાબ કરવા બદલ બાબા પર પોતાની તીખી પ્રતિક્રિયા પણ આપી હતી. પણ હવે બાબા ફરી પોતાની એક નવી રેસ્ટોરન્ટ સાથે આવી ગયા છે.

બાબાની આ રેસ્ટોરન્ટ તેના ઢાબાની નજીક, માલવીયા નગરમાં છે. બાબાને આ નવી રેસ્ટોરન્ટથી મોટી આશા છે. તેને આશા છે કે લોકોએ તેમના ઢાબા પ્રત્યે જે પ્રેમ બતાવ્યો, તે જ પ્રેમ રેસ્ટોરન્ટને મળશે. બાબાના આ નવા ઢાબામાં ભારતીય અને ચાઇનીઝ એમ બે પ્રકારની વાનગીઓ મળી રહી છે.

નવી રેસ્ટોરન્ટમાં બાબાએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરો પણ લગાવ્યો છે. તાજેતરમાં જ બાબાએ કહ્યું કે તેમનો જીવ જોખમમાં છે. બાબાએ કહ્યું કે થોડા દિવસોથી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.

બાબા કા ધાબા ખાતેની નવી રેસ્ટોરન્ટમાં પણ એક અલગ કાઉન્ટર છે, જેના પર કાંતા પ્રસાદ ખુરશીમાં ખુશીથી બેઠા છે. બાબા કહે છે કે આ રેસ્ટોરન્ટમાં રસોઈ બનાવવાની સાથે સાથે, તે હિસાબ પણ જાતે જોશે.

તેમની જૂની કેબિનમાં બાબા કાંતા પ્રસાદ રસોઇ બનાવતા અને લોકો બહાર ઉભા રહીને જમતા. આ નવી રેસ્ટોરન્ટમાં લોકોને બેસવાની સારી વ્યવસ્થા પણ છે અને સાથે રસોઈ માટે એક અલગ મોટું રસોડું પણ છે.

હવે જોવાનું રહે છે કે બાબાકા ઢાબા ચાલે છે કે નહી ? યુટુબર ગૌરવને બદનામ કર્યા બાદ બાબા કાંતા પ્રસાદે તેના પર કેસ પણ કર્યો હતો અને ગૌરવે તેના બેંકની વિગત પણ જાહેર કરી હતી અને કહ્યું હતું કે બાબાનો એક પણ પૈસો મે નથી રાખ્યો, મે મારા દાદા-દાદી સમજીને તેમની મદદ કરી હતી.

જો તમને આ આર્ટિકલ્સ ગમ્યો હોય તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરજો, વધારે સારી પોસ્ટ, સુવિચાર, જોકસ, મજેદાર વિડીયો અને દેશ-દુનિયાના તમામ સમાચાર મેળવવા માટે જોડાયેલા રહો આ પેજ સાથે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments