કુવામાં પડી ગયું હાથીનું બચ્ચું, લોકોએ આવી રીતે બચાવ્યો જીવ, જુઓ અદ્દભુત વિડીયો..

ખબર

મનુષ્ય અને પ્રાણીઓ એક સાથે રહી શકે છે કે કેમ તેની હંમેશા ચર્ચા રહે છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે માણસોને લીધે પ્રાણીઓને ખુબ તકલીફ પડે છે. મનુષ્ય પ્રાણીઓની જગ્યાઓ પર કબજો કરતો જાય છે, પોતાની સુવિધા અનુસાર નવી નવી વસ્તુઓ બનાવે છે અને પછી એ વસ્તુઓના કારણે પ્રાણીઓ ઘણીવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

હવે ઓડિશાના મયુરભંજ જિલ્લાની આ ઘટનાને લઈ લો. અહીં મનુષ્યે 15 ફૂટ ઊંડો કૂવો બનાવ્યો હતો. પરંતુ તેઓએ તેને ઢાંકણથી બંધ કરવાનું કે તેની ફરતે પાળી કરવાનું યોગ્ય ન લાગ્યું અને તેના પરિણામે, એક હાથીનું બચ્ચું આ કૂવામાં પડી ગયું હતું. જોકે, ઘણી મુશ્કેલી બાદ તેને બચાવ કામગીરી દ્વારા બચાવવામાં આવ્યો હતો. હવે આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો વાયરલ થયા પછી, જ્યારે કેટલાક લોકો એક તરફ બચાવ ટીમની પ્રશંસા કરી રહ્યા છે, તો બીજી બાજુ ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે આ કૂવો કેમ ખુલ્લો મૂક્યો હતો. સમાચાર એજન્સી એએનઆઈએ આખા મામલાની માહિતી તેના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે. તેણે આ ઘટનાનો વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું – ઓડિશાના મયુરભંજ જિલ્લાના એક ગામમાં એક હાથીના બચ્ચાને 15 ફૂટ ઉંડા કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો. રેન્જ અધિકારી રવિ નારાયણ મોહંતીના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે આ બચ્ચું કૂવામાં પડી ગયું હતું.

1 મિનિટ 54 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે રેન્જ અધિકારીઓ જેસીબી મશીનની મદદથી કુવામાં પડેલા હાથીના બચ્ચાને કેવી રીતે બહાર કાઢે છે. તેઓ કૂવાની આજુબાજુ પણ ઘણું ખોદકામ કર્યું છે, જેથી હાથીનું બચ્ચું સરળતાથી અને કોઈપણ ઇજા પહોંચાડ્યા વગર બહાર કાઢી શકાય.

વીડિયોમાં ડરી ગયેલા અને ઘબરાયેલા હાથીના બચ્ચાનો અવાજ પણ સંભળાય છે. તેને કેટલી મુશ્કેલી આવી રહી છે તેનો અંદાજ લગાવી શકાય છે. અપેક્ષા રાખવામાં આવે છે કે કૂવામાંથી બહાર આવ્યા પછી, તે જલ્દીથી આ ઘટનાના આઘાતમાંથી સ્વસ્થ થઈ જશે અને સામાન્ય જીવન જીવવાનું શરૂ કરશે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *