ભૈરવદેવના આ મંદિરમાં, મૂર્તિના મુખમાં નથી જીભ અને મુખ પણ રહે છે ખુલ્લું, તેની પાછળ છે આ રહસ્ય

183

વાઘ ભૈરવ મંદિર નેપાળમાં કીર્તિપુરમાં આવેલું છે. આ કાઠમડૂ ઘાટીનું એકમાત્ર એવું મંદિર છે, જયાં ભૈરવ દેવ વાઘના સ્વરૂપમાં બિરાજમાન છે. તેમની મૂર્તિ ચિકણી માટીની બનેલી છે અને દર ૧૫ -૨૫ વર્ષે ફરી બનાવામાં આવે છે.

માનવામાં આવે છે કે આ મંદિર ૧૫ મા શતાબ્દીમાં બનાવામાં આવ્યું હતું અને ત્રણમાળના આ મંદિરની આસપાસ ત્રીજી અને ચોથી શતાબ્દીના નાના નાના મંદિરો પણ સ્થાપિત છે. કહેવાય છે કે આ મંદિરમાં રહેલી મૂર્તિમાં ભૈરવદેવનો વાસ છે.

કેટલાક ઇતિહાસકાર આને રાજા શિવદ્વ તૃતીય (૧૦૯૯-૧૧૨૬) સાથે પણ જોડી રહ્યા છે, કારણ કે આ રાજાઓ કીર્તિપુરની સ્થાપના કરી હતી અને આ મંદિર પણ ત્યાંજ આવેલું છે. મોટી સંખ્યામાં આ મંદિરે દર્શન માટે દેશ-વિદેશના ભક્તો આવે છે.

ઉંચી દીવાલોથી ઘેરાયેલું આ મંદિર ૩૦*૫૦ મીટરમાં બનેલું છે. મંદિરનું પ્રવેશ દ્વાર દક્ષિણ દિશામાં છે અને ઉત્તર અને પૂર્વ તરફ કાઠમાંડુની સુંદર ઘાટીના દર્શન થાય છે. પૂર્વ તરફની દીવાલમાં એક કાણું છે જેમાંથી સુર્યની કિરણ દેવતા ઉપર પડે છે.

લોક માન્યતા અનુસાર કેટલાક દુધાળા પશુ ચરાવતા લોકોએ કે તેમની દીકરીઓએ આ મૂર્તિ ચિકણી માટીમાંથી બનાવી અને લાલ રંગના પાંદડાથી તેમની જીભ બનાવી હતી. થોડા સમય પછી જ્યારે તેઓ પાછા આવ્યા તો બધા પશુઓ ગાયબ હતા અને મૂર્તિના મુખમાંથી રક્ત નીકળી રહ્યું હતું. આવુ થવાથી બધાએ માન્યું કે ભૈરવ દેવ આ મૂર્તિમાં પ્રવેશ કરી દીધો છે અને ત્યાં મંદિરને સ્થાપિત કરી દીધું.

પણ પશુને ખાઈ જવાના દંડ સ્વરૂપ, એ દીકરીઓએ મૂર્તિની જીભ કાઢી નાંખી, આ કારણે આજ સુધી ભૈરવદેવની મૂર્તિના ખુલ્લા મુખમાં જીભ નથી બનાવામાં આવતી અને વાઘ ભૈરવને કીર્તિપુરના રક્ષક માનવામાં આવે છે.

Previous articleવડોદરાની ૧૨ પાસ મહિલાએ યૂટ્યુબમાં વિડીયો જોઈને શરૂ કર્યો કાચી ધાણીના તેલનો બિઝનેસ, કમાય રહી છે ૩-૪ લાખ રૂપિયા
Next articleવાવાઝોડામાં સંતની ઝૂંપડી તૂટી ગઈ પછી સંતે જે કર્યું એ તમારે જરૂર વાંચવું જોઈએ