Homeરસોઈઆજે માણો એક અલગ જ પ્રકારની વાનગી, લીલા લસણ અને બાજરાના રોટલાનો...

આજે માણો એક અલગ જ પ્રકારની વાનગી, લીલા લસણ અને બાજરાના રોટલાનો લસણીયો લાડવો.

શિયાળામાં બાજરાના રોટલાનો લસણિયો લાડવો ખાવા ની મજ્જા કાંઈક ઓર જ છે… શિયાળો એટલે શક્તિની ઋતુ કહેવાય છે અને બાજરો આપણા શરીરને અંદરથી ગરમ રાખવાનું કાર્ય કરે છે. એક વાર જરૂર ટ્રાય કરજો મજ્જા આવી જશે.

સામગ્રી:-

બાજરા ના રોટલા 6 થી7.

લીલું લસણ ઝીણું સમારેલું 150 થી 200 ગ્રામ.

તેલ 6 થી 7 ચમચા..થોડું વધારે જ જોઈએ.(જરૂરીયાત મુજબ)

આદુની પેસ્ટ

લીલા મરચાંની પેસ્ટ

લસણ ની ચટણી 1 મોટી ચમચી.

મીઠું સ્વાદ પ્રમાણે

હળદર,

ધાણાજીરું,

લાલમરચુ પાવડર,

હીંગ,

ચપટી ગરમ મસાલો…

કોથમીર

બનાવાની રીત:-

બાજરી ના રોટલા 2 કલાક પહેલાં બનાવી લેવા જેથી ઠંડા રોટલા નો ભૂક્કો સ્વાદમાં વધારે સરસ લાગે છે.. લીલા લસણ ને બારીક સુધારી લેવું, ત્યાર બાદ ચટણી માટે…આદુ 1 ઇંચ, લીલા તીખા મરચા 5 થી7 ,સુક્કું લસણ 8 થી 10 કળી, આખું નમક (હોયતો) અને કાશ્મીરી મરચા નો પાવડર નાખી ને ખાંડણી માં નાખી ને ચટણી બનાવી લેવી.

1 કડાઇ અથવા કોઈ પણ વાસણ માં 6 થી 7 ચમચી તેલ ગરમ કરવું… મીડીયમ તાપે.. ગરમ થાય પછી તેમાં થોડું જીરૂ નાખી તતળે એટલે તેમાં ફ્રેશ લીમડો (કરી પતા) અને હીંગ નાખવા…. પછી લીલું લસણ ઉમેરવું.. પછી વાટેલી લસણ ની ચટણી ઉમેરવી…. સરખું હલાવી ને થોડાં આદુ અને મરચા ઝીણા સુધારેલા ઉમેરવા…

સરખું મિક્સ કરીને જરૂરી નમક, હળદર, ધાણાજીરું, જીરૂપાવડર, કાશ્મીરી મરચું પાવડર, ગરમ મસાલો..વગેરે મીક્સ કરીને થોડી વાર પાકવા દેવું 2 થી 3 મીનિટ… પાકી જાય એટલે તેમાં બાજરા ના રોટલા નો ભૂકો ઉમેરી ને સરખું મિક્સ કરી…2 થી 3 મિનીટ ઢાકી ને રોટલો થોડો નરમ થાય ત્યાં સુધી પાકવા દેવો…

પછી ઉતારી ને લાડવા બનાવી લેવા અથવા એમને એમ… ગરમાં ગરમ પીરસવા… આ વસ્તુ ગરમ જ ખાવા ની મજ્જા આવશે… ઠંડુ થઈ જશે તો. મજ્જા નહીં આવે….

રેસીપી & ફોટો સૌજન્ય: ભરત ચદરાણા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments