Deprecated: Required parameter $tag follows optional parameter $content in /home/gujatjgb/public_html/wp-content/plugins/wpi/includes/class-facebook-content-parser-v2.php on line 323

Deprecated: Required parameter $tag follows optional parameter $content in /home/gujatjgb/public_html/wp-content/plugins/wpi/includes/transformers/actions-transformers.php on line 255

Deprecated: Required parameter $tag follows optional parameter $content in /home/gujatjgb/public_html/wp-content/plugins/wpi/includes/transformers/actions-transformers.php on line 274
બાલિકા વધુની આ નાની વહુ આનંદી ખૂબ જ હોટ બની ગઈ છે, બિકીનીમાં ફોટો કર્યા શેર.. - Gujarat Page
Homeફિલ્મી વાતોબાલિકા વધુની આ નાની વહુ આનંદી ખૂબ જ હોટ બની ગઈ છે,...

બાલિકા વધુની આ નાની વહુ આનંદી ખૂબ જ હોટ બની ગઈ છે, બિકીનીમાં ફોટો કર્યા શેર..

ટીવી સીરિયલ ‘બાલિકા વધુ’ થી પ્રખ્યાત થયેલી આનંદી, અભિનેત્રી અવિકા ગૌર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રી તેના હોટ ફોટા અને વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર ઘણી શેર કરતી રહે છે. તાજેતરમાં જ અવિકાએ ઇન્સ્ટાગ્રામમાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાની બિકિની પહેરીને સ્ટાઇલ બતાવતી નજરે પડે છે. સોશિયલ મીડિયા પર અવિકાના ચાહકો તેનો આ રૂપ જોઇને દિવાના થઈ ગયા છે.

તે ટુ પીસ બ્લુ બિકિનીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પૂલ પર સુઈ રહેલી અવિકાની આ તસવીર ચાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. જો કે, આ તસવીરના કેપ્શનમાં, અવિકાએ કશું જ લખ્યું નથી, માત્ર સૂર્યમુખીના ફૂલનું ઇમોજી મૂકયુ છે.

તાજેતરમાં જ, અવિકાએ તેનું વજન ઓછું કરી દીધું છે, જેનો ખુલાસો તેણે ખુદ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ શેર કરીને કર્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા સુધી મને લાગ્યું હતું કે મારુ વજન ખુબજ વધી ગયું છે જે મારા માટે સારી વાત નથી અને તેથી તેણે ખૂબ મહેનત કરી અને અવિકાએ લગભગ 13 કિલો વજન ઘટાડ્યું છે.

થોડા સમય પહેલા અવિકાએ તેની લવ-લાઈફ વિશે પણ ખુલાસો કર્યો હતો. હા, મેં સોશિયલ મીડિયા દ્વારા મારો પ્રેમ વ્યક્ત કર્યો હતો. અવિકા હાલમાં રોડીઝ ફેમ મિલિંદ ચાંદવાણીને ડેટ કરી રહી છે.

અભિનેત્રીએ મિલિંદ ચાંદવાની સાથે કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં બંનેની કેમિસ્ટ્રી સુંદર લાગી રહી હતી. અવિકાએ બે ચિત્રોવાળી લાંબી પોસ્ટ લખીને તેનું હૃદયની ભાવના વ્યક્ત કરી હતી. એક તસવીરમાં તે મિલિંદનો હાથ પકડી દરિયાની લહેરો પર ચાલતી જોવા મળી હતી અને બીજી તસવીરમાં તેનો હાથ મિલિંદના હાથમાં હતો.

તેમણે લખ્યું – મારી પ્રાર્થનાઓનો સ્વીકાર થયો, મને મારા જીવનનો પ્રેમ મળ્યો. તે મારો છે અને હું કાયમ માટે તેની છું. મારા હૃદયના ઉડાણથી, હું કહું છું કે હું તને ખૂબ પ્રેમ કરું છું. મને પૂર્ણ કરવા બદલ તારો આભાર.

ચાલો તમને એ પણ જણાવી દઈએ કે અવિકાએ 12 વર્ષની ઉંમરે સીરીયલ ‘બાલિકા વધુ’ થી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ શો પછી લોકો અવિકાને તેના અસલ નામથી નહીં પરંતુ રીલ નામ આનંદીના નામથી ઓળખવા લાગ્યા. અવિકાએ ત્રણ વર્ષ સુધી ‘બાલિકા વધુ’ શોમાં કામ કર્યું.

આ પછી અવિકા નવા શો ‘સસુરાલ સિમર કા’માં જોવા મળી હતી. આ શોમાં પણ અવિકાએ પુત્રવધૂની ભૂમિકા ભજવી હતી. દરેક વ્યક્તિ તેને આ સ્ટાઇલમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અવકાએ ફક્ત 16 વર્ષની ઉંમરે આવી ભૂમિકા ભજવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments