બાળકોને ખાવાનું આપતી વખતે ધ્યાન માં રાખો આ ૭ વસ્તુઓ વિષે કે જે બાળકના ગળામાં અટકી શકે છે.

જાણવા જેવું

જ્યારે બાળક નાનુ હોય છે ત્યારે દરેક નાની-નાની વસ્તુનુ ધ્યાન રાખવુ પડે છે જે સૌથી મહત્વનું છે કે શું ખવડાવવું અને કેવી રીતે ખવડાવવુ. નાના બાળકને કંઇપણ આપતા પહેલા ખાતરી કરો કે તમારુ બાળક તેને ચાવવામા સમર્થ છે કે નહિ. આવી સ્થિતિમા જમતી વખતે ખોરાક તેમના ગળામા અટકી શકે છે અને મોટી સમસ્યા થઈ શકે છે. તેથી આવી કોઈ મુશ્કેલી ન થાય તે માટે પહેલા તમે જાણો છો કે તે શું ખાઈ શકે છે અને શું ન આપવું જોઈએ. કેટલાક ખોરાક એવા છે જે માતાપિતાએ બાળકને ખવડાવતા સમયે વધુ જાગૃત રહેવુ જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે કઇ વસ્તુઓ છે જે તમારે તમારા બાળકને નથી આપવાની અને જો આપવાની હોય તો પેસ્ટ બનાવીને આપવી.

૧) ચોકલેટ :- બાળકને ક્યારેય ચોકલેટનો મોટો ટુકડો ન આપો કારણ કે તે તેના ગળામાં અટકી શકે છે. જો ચોકલેટ આપવી હોય તો ઓગળીને કે દબાવીને આપવી.

૨) બિસ્કીટ:– બાળકને ક્યારેય આખુ બિસ્કીટ ન આપો. જો બાળક બિસ્કિટ ખાવા માંગે છો તો તેને મિક્સરમા પીસીને પાવડર બનાવો. તમારા બાળકની ઉંમર જોઈને આ રીતે કરો.

૩) બદામ :– બાળકને બદામ ખવડાવવા માટે પાવડર બનાવો અથવા તેને બારીક કાપી નાખો. બદામ સખત હોય છે અને જ્યારે નાના ટુકડા કર્યા વગર અથવા પાઉડર બનાવ્યા વિના ખાઈ જાય ત્યારે તે ગળામા અટકી શકે છે જે ખૂબ જોખમી હોઈ શકે છે.

૪) ફળ :- સફરજન અને અન્ય કોઇ નક્કર ફળો મોટા ટુકડામા ન આપો તેના બારીક ટુકડા કરો જેથી તે તેને ચાવી શકે. તમે પીસીને પણ આપી શકો છો. આ ઉપરાંત બાળકને યોગ્ય રીતે ચાવવાનુ અને ખાતા શીખવાડવુ.

૫) શાકભાજી :– જો બાળક ચાવી શકતુ હોય તો તેને ગાજર, મૂળા જેવી વસ્તુઓ ન આપો કારણ કે તે તેનો મોટો ટુકડો ગળી શકે છે. આવા શાકભાજીને બારીક રીતે કાપીને આપવા.

૬) કેન્ડી અને ચ્યુઇંગમ :– બાળક કેન્ડી અને ચીન્ગમ ગળી શકે છે. બાળકો ઘણીબધી વાર કેન્ડી ખાય છે અને તેથી કેન્ડી અથવા ચ્યુઇંગ ગંભીર ખતરો પેદા કરી શકે છે.

૭) ધાણી :- બાળકોને પોપકોર્ન ખુબ ભાવે છે. પરંતુ પોપકોર્નનું કદ બાળકોની સાંકડી અન્નનળી ઉપર જોખમ વધારી શકે છે.

આ સાવચેતીઓ ઉપરાંત બાળકોને ખવડાવતા સમયે તેમની સાથે વાત ન કરવાની કાળજી પણ લેવી જોઈએ. કારણ કે આનાથી તેમના ગળામા અટકી શકે છે. જો તમને આ માહિતી ગમે છે તો અમારી સાથે જોડાયેલા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *