Homeજીવન શૈલીબસમાં જવું, નોકરી કરવી, સામાન્ય યુવતીની જેમ જીવન જીવે છે વડોદરાની મહારાણી,...

બસમાં જવું, નોકરી કરવી, સામાન્ય યુવતીની જેમ જીવન જીવે છે વડોદરાની મહારાણી, ખુબજ રસપ્રદ છે તેમની કહાની

ભારતમાં એવા ઘણા રાજવી પરિવારો છે જે હજુ પણ વૈભવી જીવન જીવે છે અને હંમેશા સમાચારોમાં ચમકતા રહે છે. આ રાજાઓ અને મહારાજો પાસે સંપત્તિની કોઈ કમી નથી અને તેઓ પોતાનું જીવન ખૂબ જ ગૌરવ સાથે જીવે છે. પરંતુ બરોડાના મહારાણી રાધીકારાજે ગાયકવાડની કહાની બાકીના રાજ પરિવારથી ઘણી અલગ છે. મહારાણી રાધીકારાજે ગાયકવાડ દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક છે પરંતુ તે વૈભવી જીવન નથી જીવતી પરંતુ એક સામાન્ય માણસની જેમ પોતાનું જીવન જીવે છે. ચાલો જાણીએ રાધીકારાજે ગાયકવાડ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

રાધિકા રાજે ગાયકવાડનો જન્મ વાંકાનેરના રાજવી પરિવારમાં થયો હતો. રાધિકાના પિતા એટલે કે મહારાજા ડો.રણજીત સિંહ વાંકાનેરના એકમાત્ર એવા રાજવી છે જેમણે શાહી પરીવારનું સુખ છોડીને IAS અધિકારી બનવાનું નક્કી કર્યું હતું. અને તેમની પુત્રી એટલે કે રાધિકા કહે છે કે મને શાહી પરિવાર જેવું ચમક-દમક વાળુ જીવન જીવવાને બદલે વાસ્તવિક જીવન જીવવાનું વધુ પસંદ છે. તમને જણાવી દઈએ કે, શાહી પરીવારની કુંવરી રાધિકાએ 2002 માં વડોદરાના મહારાજા સમરજીત સિંહ સાથે લગ્ન કર્યા હતા.

રાધીકારાજે કહે છે, “જ્યારે ભોપાલમાં વર્ષ 1984 માં ગેસ દુર્ઘટના બની ત્યારે એ સમય દરમિયાન મારા પિતા ત્યાં કમિશનર તરીકે તૈનાત હતા. આ સમય દરમિયાન હું માત્ર 6 વર્ષની હતી. પરંતુ મને હજુ પણ યાદ છે કે મારા પિતા દિવસ રાત તેમની ફરજ બજાવવાની સાથે લોકોને મદદ પણ કરતા હતા. તે રાતે મેં પહેલી વસ્તુ શીખી કે તમે આંગળી ઉઠાવ્યા વિના કોઈ વસ્તુને બરાબર કરી શકતા નથી.

રાધીકારાજે કહે છે, “અમે ખૂબ જ સરળ જીવન જીવતા હતા, તેથી જ્યારે પણ હું ઉનાળાના વેકેશનમાં વાંકાનેર જતી ત્યારે મને ત્યાંના લોકો તરફથી ખુબજ આદર મળતો. મને શરૂઆતથી જ મારું જીવન મારી રીતે જીવવાનું ગમ્યું, તેથી ઇતિહાસમાં સ્નાતક થયા પછી, મેં નોકરી શોધવાનું શરૂ કર્યું. 20 વર્ષની ઉંમરે મને ઇન્ડિયન એક્સપ્રેસમાં લેખક તરીકે નોકરી મળી. આ નોકરી સાથે, મેં મારી માસ્ટર ડિગ્રી પણ પૂર્ણ કરી. હું મારા પરિવારની પહેલી મહિલા હતી જે નોકરી માટે બહાર ગઈ હતી જ્યારે મારા પિતરાઈ ભાઈઓના લગ્ન 21 વર્ષની ઉંમરે થઈ ગયા હતા.

રાધીકારાજે કહ્યું કે, મે લગભગ 3 વર્ષ સુધી પત્રકાર તરીકે કામ કર્યું. આ પછી તેના માતાપિતાએ તેના લગ્નની તૈયારી શરૂ કરી દીધી. રાધિકા કહે છે, “હું બરોડાના રાજકુમાર સમરજીતને મળી એ પહેલા કેટલાક રાજકુમાર યુવાનોને પણ મળી હતી, પરંતુ સમરજીતના વિચારો બાકીના રાજકુમારોથી અલગ હતા. જ્યારે મેં તેને આગળ ભણવાનું કહ્યું ત્યારે તેણે મને આમાં સાથ આપ્યો અને મને આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરી.

રાધીકારાજે માને છે કે લગ્ન પછી તેમને તેની સાચી ઓળખ મળી છે. લગ્ન બાદ રાધિકા બરોડાના લક્ષ્મી વિલાસ પેલેસમાં રહેતી હતી. આ સમય દરમિયાન તેમણે મહેલની દિવાલો પરના ચિત્રોથી પ્રેરિત થઈને નવું કાર્ય શરૂ કર્યું. રાધિકા રાજેએ આ વિશે કહ્યું, “બરોડા મહેલની દિવાલોમાં રાજ રવિ વર્માના ચિત્રો હતા. મેં વિચાર્યું કે શા માટે આ પેઇન્ટિંગથી પ્રેરિત જૂની વણાટ તકનીકોનું નવીકરણ ન કરવું. આ રીતે સ્થાનિક વણકરોને પણ સશક્ત બનાવી શકાય છે. મેં તેની શરૂઆત મારા સાસુ સાથે કરી જે ખૂબ સફળ રહી. એટલું જ નહીં પણ મુંબઈમાં અમારું પહેલું પ્રદર્શન યોજાયુ અને તમામ વસ્તુઓ સંપૂર્ણપણે વેચાઈ ગઈ હતી.

આ ઉપરાંત, મહારાણી રાધીકારાજેએ કહ્યું કે, લોકડાઉન દરમિયાન, અમે એવા લોકોની મદદ કરી જેમની પાસે કમાણીનું કોઈ સાધન નહોતુ. આ દરમિયાન, મે મારી બહેન સાથે ઘણા ગામોની મુલાકાત લીધી હતી અને તેના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું અને મોટી સંખ્યામાં લોકોએ મદદની ઓફર કરી હતી. આ સમય દરમિયાન અમે 700 થી વધુ પરિવારોને મદદ કરી.

મહારાણી રાધીકારાજે કહે છે કે, “કેટલીકવાર લોકો માની લે છે કે રાણી બનવાનો અર્થ માત્ર તાજ પહેરવો જ છે, પરંતુ વાસ્તવિકતા આનાથી ઘણી દૂર છે. મેં પરંપરાગત પ્રથાઓ તોડી મારી પોતાની સીમાઓ બનાવી. મેં જે કર્યું, લોકોને મારી પાસેથી એવી અપેક્ષા નહોતી કરી. હું મારી પુત્રીઓને પણ આજ વારસો આપવા માંગું છું જેથી તેઓ પોતાનું જીવન પોતાની રીતે જીવી શકે અને તેમને કોઈ પણ વાતનો અફસોસ ન થાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments