બદામને સ્વાસ્થ્યનો ખજાનો માનવામા આવે છે. તમે તેના ઘણા ફાયદા સાંભળ્યા અને પ્રયાસ કર્યા હશે. બદામ મગજને ઝડપી બનાવે છે, રોગપ્રતિકારક શક્તિને સુધારે છે, કોલેસ્ટરોલ ઓછુ કરવામા મદદ કરે છે અને ઘણી રીતે ઉપયોગી છે. મહિલાઓ તેનો ઉપયોગ જુદી-જુદી રીતે કરે છે. ઘણી સ્ત્રીઓ તેને રાતે પલાળીને પછી સવારે ખાય છે, કેટલીક સ્ત્રી બદામને એમનામ પણ ખાય છે અને કેટલીક સ્ત્રી તેના તેલનો ઉપયોગ કરવાનુ પસંદ કરે છે.
બદામના તેલના ઘણા ફાયદા છે જેથી દરેકે તેનો ઉપયોગ કરવો જોઈએ. ઘણા પ્રકારના વિટામિન અને ખનીજો જેવા કે વિટામિન-એ, વિટામિન-ડી, વિટામિન-ઇ વગેરે આ તેલમા હાજર છે. આ તેલની શ્રેષ્ઠ વસ્તુ એ છે કે તેનો ઉપયોગ કોઈપણ ઉમરના લોકો કોઈપણ રીતે કરી શકે છે. બદામના તેલથી નવજાત શિશુને માલિશ કરવાથી તેમના હાડકા અને સ્નાયુઓ મજબૂત બને છે.
જો નાના બાળકોને આ તેલના થોડા ટીપા દૂધ અથવા પાણી સાથે પીવડાવવામા આવે તો તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને બાળકની વૃદ્ધિ સારી રીતે થાય છે. બદામમા હાજર ઓમેગા-6 ફેટી એસિડ મગજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગર્ભાવસ્થામા બદામનુ તેલ લેવામા આવે તો તે ફાયદાકારક છે. તેમા હાજર ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમ માતા અને બાળક બંને માટે ફાયદાકારક હોય છે.
નિષ્ણાત આયુર્વેદ ચિકિત્સક ડોક્ટર અબરાર મુલ્તાની કહે છે કે બદામનુ તેલ આરોગ્ય અને સુંદરતા બંનેને વધારવા માટે વપરાય છે. તમે કદાચ આ વસ્તુ જાણો છો. તેથી તેને દૂધમા ભેળવીને પીવા માટે બાળકોને આપવામા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે નાકમા બદામનુ તેલ નાખવાથી ઘણા ફાયદા થાય છે.
જો તમે દરરોજ ૨-૨ બદામના તેલના ટીપા તમારા નાકમા નાંખો છો તો પછી તમે માત્ર લાંબા સમય સુધી જુવાન જ નહિ પણ ઘણી બીમારીઓથી બચી શકો છો. ચાલો આપણે ડોક્ટર અબરાર મુલ્તાની પાસેથી જાણીએ કે નાકમા બદામનુ તેલ નાખવાથી શું ફાયદા થાય છે.
નાકમા બદામનુ તેલ નાખવાના ફાયદા :-
– માથાનો દુખાવો દૂર કરે છે.
– વાળ ખરતા અટકાવે છે.
– સાઇનસની સમસ્યામા ફાયદાકારક.
– દાંત મજબૂત કરે છે.
– આંખો માટે ખૂબ ફાયદાકારક.
– ચહેરાની ચમક વધે છે.
– યાદશક્તિ વધારે છે.
– વાળ સફેદ થવાથી રોકે છે.