એક જ ઘરની બે દીકરીઓ બની IAS, એક જ બુકથી કરી UPSC ની તૈયારી, એક-બીજાને આપી હિમ્મત

184

સંધ લોક સેવા આયોગ એટલે કે UPSC ની પરીક્ષા એટલી અઘરી હોય છે કે એક જ જીલ્લાના બે વિદ્યાર્થીઓનું UPSC માં પાસ થવું લગભગ અશક્ય કહી શકાય તેવું કામ છે. એવામાં એક જ ઘરમાંથી બે દીકરીએ એક જ વર્ષમાં એક સાથે જ UPSC ની પરીક્ષા પાસ કરીને એક ઈતિહાસ રચી દીધો છે. ગયા મહિને જ UPSC દ્વારા લેવાયેલી સિવિલ સેવાની પરીક્ષાનું પરીણામ આવ્યું હતું, આ વખતે UPSC માં બિહારનો શુભમ કુમાર ટોપ પર રહ્યો હતો અને દિલ્હીની અંકિતા જૈન એ આખા ભારતમાં ત્રીજા રેન્ક પર આવી હતી.

અંકિતાને મળેલી આ સફળતાથી ચોક્કસ તેનો પરિવાર ખૂબ જ ખુશ થશે પરંતુ તેમની ખુશી માત્ર અંકિતા માટે જ નહીં પણ વૈશાલી જૈન માટે પણ છે, જેમણે ઓલ ઇન્ડિયા 21 મો રેન્ક મેળવ્યો છે. જણાવી દઈએ કે વૈશાલી અંકિતાની નાની બહેન છે અને બંને બહેનોની આ સફળતા બાદ બે દીકરીઓ એક જ ઘરમાં IAS અધિકારી બની છે. આ બંને બહેનોની ખાસ વાત એ છે કે બંનેએ એક જ ચોપડીથી સાથે UPSC પરીક્ષાની તૈયારી કરી હતી. બંને બહેનોએ એકબીજાને પ્રેરણા આપી અને આગળ વધ્યા. બંનેના ક્રમમાં થોડો તફાવત હોઈ શકે છે, પરંતુ બંનેની મહેનત સમાન હતી.

અંકિતા જૈન અને વૈશાલી જૈનના પિતા સુશીલ જૈન ઉદ્યોગપતિ છે જ્યારે તેમની માતા અનિતા જૈન ગૃહિણી છે. બંને બહેનોની સફળતામાં તેમના માતા -પિતાએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. 12 મી પૂર્ણ કર્યા બાદ અંકિતા જૈને દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બી.ટેકની ડિગ્રી મેળવી. બીટેક પૂરું કર્યા પછી, તેણીને એક ખાનગી કંપનીમાં નોકરી મળી, પરંતુ નોકરી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, તેણે યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવાનું યોગ્ય માન્યું અને દિલથી તેની તૈયારીમાં લાગી ગઈ.

અંકિતાએ 2017 માં UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. સખત પરિશ્રમ કરવા છતાં તેને પ્રથમ પ્રયાસમાં સફળતા મળી નથી. આ પછી, તેણે બીજા પ્રયાસમાં અંકિતાએ પરીક્ષા પાસ કરી હતી પરંતુ તે એટલો સારો રેન્ક મેળવી શકી ન હતી કે તેને IAS માટે પસંદ કરી શકાય. આ દરમિયાન અંકિતાને DRDO માટે પણ પસંદ કરવામાં આવી હતી. UPSC ક્લિયર કર્યા પછી, તેણી એક વખત IA&AS બેચ માટે પણ સિલેક્ટ થઈ હતી પરંતુ અંકિતા માટે તે પૂરતું નહોતું. તેણે યુપીએસસી માટે ફરી પ્રયાસ કર્યો પરંતુ તે પ્રારંભિક પરીક્ષા પણ પાસ કરી શકી નહીં.

અંકિતાને સફળતા મળી રહી હતી પરંતુ તે તેના IAS બનવાના સપના સુધી પહોંચી શકી ન હતી. UPSC માં મળતી નિષ્ફળતા છતાં, તેણે હાર ન માની અને છેલ્લા પ્રયાસમાં પરીક્ષા પાસ કરીને IAS બનવાનું સપનું પૂરું કર્યું. જ્યારે અંકિતાની નાની બહેન વૈશાલી જૈન સંરક્ષણ મંત્રાલય હેઠળ IES અધિકારી રહી છે. બંને બહેનોએ એક જ ચોપડીઓ વાંચીને સાથે મળીને UPSC તૈયાર કરી અને સાથે મળીને પાસ પણ કરી. આ મોટી સફળતા બાદ આ બંને બહેનો દેશની દીકરીઓ માટે પ્રેરણારૂપ છે.

Previous articleયુદ્ધના છેલ્લા દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને શા માટે રથમાંથી પહેલા ઉતાર્યો હતો ?
Next articleગોળ અને જીરાનુ પાણી બચાવશે અનેક રોગોથી, જાણો કેવી રીતે બનાવશો આ પાણી