સૌ કોઈને ભાવતું ફળ હોય છે પપૈયું. જેને ખાવા માત્રથી જ આપણાં સ્વાસ્થ્યને ઘણાં ફાયદા થાય છે, શરીર માટે પપૈયું જેટલું ફાયદાકારક હોય છે તેનાથી ક્યાંય વધું પપૈયાના બીજથી શરીરને ઘણાં લાભ થાય છે. મોટાભાગના લોકો પપૈયું તો ખાય છે પરંતુ તેના બીજ વ્યર્થ સમજી ફેંકી દે છે, પણ જો તમે તેના બીજનું સેવન કરશો તો તમને અઢળક ફાયદા થશે. આથી પેટથી લઈને ઘણી બીજી બીમારીઓથી છુટકારો મળશે. તો આવો જાણીએ પપૈયાના બીજથી આરોગ્યને કયાં ફાયદ થાય છે.
- પહેલા જાણો તેનો પ્રયોગ કેમ કરાય
પપૈયાની બીજને ગાર્નિશ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય
તમે તેને સુકવીને ચુર્ણ બનાવીને પણ ખાઈ શકો છો
પપૈયાના બીજથી થનારા ફાયદા
1. પપૈયાના બીજ વજન ઘટવામાં મદદગાર સાબિત થાય છે. જો તમે રોજ તેનું સેવન કરશો તો આથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે. તેનું એક કારણ એ પણ હોય છે કે તેમાં હાજર ફાઈબર તમારૂ પેટ ટૂંક સમયમાં જ ભરી દે છે. આથી તમને તાત્કાલિક ભૂખ નથી લાગતી અને તમારૂ પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે.
વાયરલથી બચો
2. ઋતુ બદલવાના કારણ હંમેશા વાયરલ તાવ ફેલાય છે. પપૈયાના બીજનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે અને શરીરને ઈન્ફેક્શન અને વાયરલ તાવથી લડવામાં મદદ કરે છે.
3. પટેને કરો ચોખ્ખું
પપૈયાના બીજમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે પેટ અને શરીરના બીજા અંગોમાં હાજર ઝેરી પદાર્થોને બહાર નીકાળે છે, આથી પેટ ચોખ્ખું થાય છે. આથી પેટથી જોડાયેલી દરેક મોટીમાં મોટી સમસ્યા દૂર થઈ જાય છે. જો તમને કબજિયાતની સમસ્યા છે તો તેનું સેવન કરવું જોઈએ.
4. ત્વચાને પણ નીખારશે
પપૈયાના બીજ ન ફક્ત તમારા આરોગ્ય માટે જ પરંતુ તમારી ત્વચા માટે પણ ખૂબ લાભદાયી માનવામાં આવે છે. તમે આ પપૈયાના બીજને ચહેરા પર લગાવી શકો છો આથી ખીલની સમસ્યા દૂર થઈ જશે અને તમારા ચહેરા પર નીખાર આવશે. આ એન્ટી એન્જિંદને પણ અટકાવે છે.
5. સ્નાયુઓને બનાવશે મજબૂત
તેમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જે લોકો જિમમાં જઈને સ્નાયુઓને મજબૂત બનાવે છે તેને પપૈયાના બીજનું સેવન કરવાથી ખૂબ ફાયદા થાય છે.
6. ડાયાબિટીસના દર્દી માટે
પપૈયાના બીજ ડાયાબિટીસના દર્દી માટે પણ ખૂબ કારગર માનવામાં આવે છે. જો તમને પણ ડાયાબિટીસની તકલીફ છે તો તમે તેમનું સેવન કરો આથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે.
7. કોલેસ્ટ્રોલ કરો કંટ્રોલ
જો તમે હૃદયને સ્વસ્થ રાખવા ઈચ્છો છો અને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવા ઈચ્છો છો તો પણ પપૈયાના બીજ ખૂબ સારૂ છે. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે આપણાં હૃદયને તંદુરસ્ત રાખે છે.
8. કિડની પણ રાખે છે તંદુરસ્ત
જો તમે કિડનીની કોઈ પણ તકલીફથી પીડાવ છો તો તમે પપૈયાના બીજનું સેવન કરી શકો છો. કિડનીની કોઈ પણ સમસ્યાને તમે નજરઅંદાજ ન કરો કારણ કે આ એક પ્રકારથી આપણાં શરીરમાં ફિલ્ટરનું કામ કરે છે. કિડની યોગ્ય રીતે કામ કરી શકે આ માટે તેના બીજનું સેવન કરો.