અયોધ્યામાં 5 ઓગસ્ટ, બુધવારના રોજ ભગવાન રામના મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ દિવસોની ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. આ અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આવ્યા હતા. અયોધ્યા ભગવાન રામનું પવિત્ર જન્મસ્થળ છે. જેનું એક સ્થળ ભગવાન રામે હનુમાનજીને રેહવા માટે આપ્યું હતું. હનુમાનજી ભગવાન રામના પ્રિય ભક્ત છે.
હનુમાનગઢી ભનગવાન રામના પરમ ભક્ત હનુમાનજીનું વિશાલ મંદિર છે. ભગવાન રામ લંકાથી પાછા આવ્યા ત્યારે હનુમાનજીને રેહવા માટે આ સ્થાન આપ્યું હતું. હનુમાનગઢી હનુમાનજીના મોટા મંદિરોમાંનું એક છે. ઉતરપ્રદેશની રાજધાની લખનવથી હનુમાનગઢી આશરે 100 કિમી દૂર છે. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિપ્રતિષ્ઠા સુંદર અને લાલ રંગની છે.
ધાર્મિક માન્યતાઓના કારણે, અયોધ્યામાં જતા પહેલા સૌ પ્રથમ હનુમાનગઢીમાં હનુમાનજીના દર્શન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જયારે ભગવાન રામે હનુમાનજીને આ સ્થાન ભેટમાં આપ્યું હતું ત્યારે એક અધિકાર પણ આપ્યો હતો જે એ હતો કે ભક્ત અયોધ્યામાં આવશે તે પેહલા હનુમાનગઢીમાં હનુમાનજીના દર્શન અને તેની પૂજા કરશે.
હનુમાનજીના દર્શન કરવા માટે આશરે 76 પગથીયા ચડવા પડે છે. અહિં સ્થાપિત હનુમાનજીની પ્રતિષ્ઠા રોજ ફૂલથી શણગારવામાં આવે છે. મંદિર ની દીવાલો પર હનુમાન ચાલીસા લખવામાં આવી છે. હનુમાનજીના આ સુંદર સ્થળ પર શાંતિનું વાતાવરણ હોય છે. ભક્તો મંદિરમાં બેસે છે. રામના નામનું સ્મરણ કરે છે અને પાઠ વાંચે છે.
હનુમાનગઢીમાં હનુમાનજીની સ્થાપના દક્ષિણ દિશામાં કરવામાં આવી છે. હનુમાનજીના દર્શન કરવાથી અને તેને લાલ ચુંદડી ઓઢાડવાથી પાપ દુર થાય છે અને જીવનમાં સફળતા મળે છે.