Homeધાર્મિકભગવાન શિવની ઉપાસનામા શંખના ઉપયોગનો કેમ પ્રતિબંધિત છે? જાણો તેની પાછળ નું...

ભગવાન શિવની ઉપાસનામા શંખના ઉપયોગનો કેમ પ્રતિબંધિત છે? જાણો તેની પાછળ નું કારણ ખુબજ રસપ્રદ છે.

ભગવાન શિવ વિશે એવુ કહેવામા આવે છે કે તેઓ બ્રહ્માંડના દરેક કણોમા સામેલ છે. તેને ભોલેબાબાના નામથી એટલા માટે ઓળખવામા આવે છે કારણ કે તે ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે. એવા ઘણા ઉપાય છે જે શિવજીને ખુબ જ ખુશ કરવા માટે કરી શકાય છે. જો કે કેટલાક નાના નિયમોનુ પાલન કરવુ પણ ફરજિયાત છે નહી તો મુશ્કેલીમા મુકાઈ જાશો.

જ્યારે પણ ભગવાન શિવની પૂજા કરો ત્યારે ભૂલથી પણ શંખનો ઉપયોગ ન કરો. હવે સવાલ એ આવે છે કે ભગવાન શિવની ઉપાસનામા શંખના ઉપયોગનો કેમ પ્રતિબંધિત છે? આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આ રહસ્ય શિવપુરાણમાથી બહાર આવ્યુ છે.

એવુ કહેવામા આવે છે કે એક સમયે શંખચુડ નામનો મહાપરક્રમી રાક્ષસ હતો. તે દૈત્યરાજ ડાંભનો પુત્ર હતો. દૈત્યરાજ દંભ ઘણા વર્ષોથી ભગવાન વિષ્ણુની સખત તપશ્ચર્યા કરી અને તેમને ત્રણેય વિશ્વ માટે અદમ્ય અને મહાન પુત્રનુ વચન માગ્યુ. એટલું જ નહી દંભાના પુત્ર શંખચુડે બ્રહ્માજી ની તપશ્ચર્યા કરી અને તે પોતાને માટે અદમ્ય બનવાનુ વરદાન પ્રાપ્ત કર્યું.

પરિણામે થોડા સમય પછી તેણે ત્રણેય લોકમા પોતાની માલિકી સ્થાપિત કરી. ત્રણેય લોકો શંખચુડના અત્યાચારથી ખરાબ રીતે અસરગ્રસ્ત હતા. માણસો તો દુર દેવો પણ તેનાથી પરેશાન થઈ ગયા. દરેક વ્યક્તિ તેનાથી છૂટકારો મેળવવા માટે શિવ પાસે ગયા પરંતુ શિવ તેનો વધ કરવામા અસમર્થ હતા કારણ કે તેને શ્રી કૃષ્ણ કવચ અને તુલસીનો પતિવ્રત ધર્મની પ્રાપ્તિ હતી.

તે દરમિયાન ભગવાન વિષ્ણુએ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને શંખચુડ પાસેથી કૃષ્ણ કવચ દાનમા લઈ લીધુ. તે જ સમયે શંખચુડનુ રૂપ લઈને તેમણે તુલસીના પતિવ્રતાનુ હરણ કરી લીધુ હતુ. તે દરમિયાન ભગવાન શિવે શંખચુડને ત્રિશૂળથી ભસ્મ કરી નાખ્યો હતો.

એવુ કહેવામા આવે છે કે શંખનો જન્મ શંખચુડના હાડકા માથી થયો હતો અને તે જ કારણે શિવની પૂજામા શંખનો ઉપયોગ કરવામા આવતો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments