જાણો ભારતમાં આવેલા આ ૫ ભૂતિયા સ્થળ વિશે કે જ્યાં તમે એકવાર ગયા પછી બીજી વાર જવાનું નામ નહિ લો.

736

જો તમે ડરતા નથી તો તમારે આ ભૂતિયા સ્થળોએ એકવાર જવુ જોઈએ કારણ કે એવુ કહેવામા આવે છે કે અહી ભય તમને એટલો બધો હચમચાવી નાખશે કે તમે ફરીથી ત્યા જશો નહિ. ભૂત પ્રેતની વાર્તા તમે કિસ્સાઓ અથવા પુસ્તકોમા સાંભળી હશે પરંતુ કોઈએ આને ક્યારેય જોયુ હશે નહિ અથવા અનુભવ્યુ હશે નહિ. એવુ કહેવામા આવે છે કે ઘણી એવી જગ્યાઓ છે જ્યા લોકોને જવાથી ડર લાગે છે અને આવા સ્થાનોને ભારતમા ભૂતિયા સ્થળ તરીકે નામ આપવામા આવ્યુ છે. જો તમે ડરતા નથી અને આવા પ્રયોગો કરવા માંગતા હો અને કોઈ સાહસિક સફરની યોજના કરી રહ્યા છો તો તમારે ભારતના આ ભૂતિયા સ્થળોની એક સાથે મુલાકાત લેવી જ જોઇએ. હવે આ કયા સ્થળો છે અને લોકોને અહી આવવાની મનાઈ કેમ છે.ચાલો અમે તમને જણાવીએ.

૧) શનિવાડા :- બાજીરાવ મસ્તાની ફિલ્મમા તમે શનિવાડાનુ નામ સાંભળ્યુ જ હશે. આ શનિવાડા ૧૭૩૨ મા પેશ્વા બાજીરાવ-૧ ના માનમા તૈયાર કરાયો હતો. આ સ્થાન પ્રેમ, વિશ્વાસઘાત અને છેતરપિંડીની ઘણી વાર્તાઓથી પ્રખ્યાત છે. એવુ માનવામા આવે છે કે વર્ષ ૧૭૭૩ મા પેશ્વા રાજના પાંચમા સમ્રાટ નારાયણ રાવનુ કત્લ તેમના કાકા રઘુનાથ રાવ અને આનંદીબાઈના ઈશારા ઉપર કરવામા આવ્યુ હતુ.

લોકો માને છે કે નારાયણ રાવનો અવાજ આ સ્થળે હજી પણ ગૂંજી રહ્યો છે. ૧૮૨૮ મા અહી આગની ઘટના ઘટી હતી તે એટલી ભયાનક આગ હતી કે ૭ દિવસ સુધી આગ નહોતી બુજાણી. એવુ કહેવામા આવે છે કે તે ઘટનામા માર્યા ગયેલા લોકોની આત્માઓ પણ અહી ભટકતી રહે છે. આ જ કારણ છે કે શનિવાડાને ભારતનુ ભૂતિયા સ્થળ કહેવામા આવે છે અને લોકોને અહી જવા માટે પણ પ્રતિબંધિત છે.

૨) અગ્રસેનની બાવલી :– અગ્રસેનની બાવલી દિલ્હીમા છે. આ બાવલી ૬૦ મીટર ઉડી અને ૧૫ મીટર પહોળી બાવલીને મહારાજા અગ્રસેન દ્વારા બનાવવામા આવી હતી. એવુ કહેવામા આવે છે કે તેનુ નિર્માણ ૧૪ મી સદીના મધ્યમા કરવામા આવ્યુ છે. અગ્રસેન બાવલી જવા માટે તમારે ૧૦૮ પગથિયા ઉતરવા પડે છે. એવુ કહેવામા આવે છે કે તેમા રહેલ પાણીમા એવી તાકાત છે કે જેને કારણે લોકોને તેમા કૂદકો લગાવવા માટે દબાણ કરે છે. અહીની મુલાકાત લેતા લોકોને પાણીથી દૂર રહેવાનુ કહેવામા આવે છે અને તમે અહી જઇને ડરનો અનુભવ કરી શકો છો.

૩) મુકેશ મિલ, મુંબઈ :- મુકેશ મિલ મુંબઇમા છે અને તે દેશની સૌથી ભૂતિયા સ્થળોમા એક ગણવામા આવે છે. આ મિલ મુંબઈના કોલાબામા છે જે ૧૮૭૦ મા બનાવવામા આવી હતી.૧૯૮૨ મા આ મિલમા હડતાલ થઈ હતી. ત્યારબાદ તે બંધ થઈ ગઈ હતી. થોડા દિવસો પછી મુકેશ મિલમા આગની ઘટના બની હતી. આ પછી લોકોને અહી આવવાથી ડરતા હતા.

કેટલાક લોકો માને છે કે અહી આત્માઓ વસવાટ કરે છે. ચાલો તમને એ પણ જણાવી દઈએ કે અહી ઘણી ફિલ્મો અને ટીવી સીરીયલોના શૂટિંગ પણ કરવામા આવ્યા છે. ઘણા સ્ટાર્સે અહી પરલોકિક શક્તિઓનો અનુભવ કર્યાનો દાવો કર્યો છે. જ્યારે ઘણા લોકો અહી શુટિંગ કરવાનો ઇન્કાર કરે છે. તો તમને મુંબઈની મુકેશ મિલ કેટલી ભયાનક છે તેનો અહેસાસ થઈ ગયો હશે.

૪) રામોજી ફિલ્મ સિટી, તેલંગાણા :– દેશનુ સૌથી સુંદર ફિલ્મ સિટી અને મનોરંજન પાર્ક રામોજી એક સમયે નિઝામોનુ યુદ્ધ ક્ષેત્ર હતુ. એવુ કહેવામા આવે છે કે અહી મૃત્યુ પામેલા સૈનિકોની આત્માઓ હજી ભટકતી રહે છે. ઘણા લોકો દાવો કરે છે કે અચાનક ઉર્દુ શબ્દો કાચ ઉપર દેખાય આવે છે.

બાથરૂમમાંથી અવાજ પણ આવે છે. એવુ માનવામા આવે છે કે ભૂત પુરુષો અહી મહિલાઓને વધુ શિકાર બનાવે છે. જો કે હજી પણ ઘણા લોકો અહી મુલાકાત લે છે પરંતુ રાતના સમયે અહી જતા બધાને ડર લાગે છે.

૫) ડુમસ બીચ, ગુજરાત :– ડુમસની ગણતરી ગુજરાતના ભૂતિયા દરિયાકાંઠામા થાય છે. ડુમસ બીચ કાળી રેતી અને ચાંદી જેવા પાણી માટે પ્રખ્યાત છે. આ બીચ સુરતમા હાજર છે. લોકો કહે છે કે તે પહેલાં એક મરઘટ હતુ. આત્મા રાત્રે અહી ભટકતી રહે છે. કૂતરા રાત્રે અચાનક ભસતા જાય છે અને પ્રવાસીઓ ગાયબ થઈ જાય છે. ઘણા લોકો અહી ચેતવણીને અવગણે છે અને તેને અફવા ગણાવે છે. લોકોને રાતના સમયે બીચ પર ફરવાની મનાઈ છે.

Previous articleજો તમારા પગમાં સોજો આવતો હોય તો કરો આ ઉપાય જેનાથી તમને દવાની પણ જરૂર નહિ પડે.
Next articleજાણો ભોળાનાથ ના એવા મંદિર વિષે કે જ્યાં શિવલિંગ ના દર્શન ફક્ત ૨ સેકન્ડ માટે જ થાય છે.