Homeઅજબ-ગજબભારતના આ રેલ્વે સ્ટેશન પર જવા માટે લેવા પડે છે વિઝા, જાણો...

ભારતના આ રેલ્વે સ્ટેશન પર જવા માટે લેવા પડે છે વિઝા, જાણો દેશમાં આવેલા 5 અનોખા રેલ્વે સ્ટેશનો વિશે

ભારતમાં કુલ 7,325 રેલવે સ્ટેશન છે. તેમાથી એકથી ચડિયાતા એક એવા રેલવે સ્ટેશન છે જે તેની સુંદરતા માટે ખુબજ પ્રખ્યાત છે. જયારે કેટલાક રેલવે સ્ટેશનો તેમના લાંબા પ્લેટફોર્મ માટે તો કેટલાક સહુથી વધુ પ્લેટફોર્મ માટે પ્રખ્યાત છે, પરંતુ આજે અમે તમને દેશના કેટલાક એવા રેલવે સ્ટેશન વિશે જણાવીશું જે તેમની વિશિષ્ટતા માટે જાણીતા છે.

તો ચાલો જાણીએ કે આ રેલવે સ્ટેશનોમાં એવુ તો શુ છે જે તેમને અન્ય રેલવે સ્ટેશનોથી અલગ બનાવે છે:

1. ભવાની મંડી

દિલ્હી-મુંબઈ રેલ લાઈન પર સ્થિત આ રેલવે સ્ટેશનની અનોખી વાત એ છે કે તે બે રાજ્યો સાથે જોડાયેલી છે. રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લા અને કોટા વિભાગમાં આવતા આ સ્ટેશનને રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે વહેંચવામાં આવ્યું છે. આ સ્ટેશન પર ટ્રેનનું એન્જિન એક રાજ્યમાં અને ટ્રેનના ડબ્બા બીજા રાજ્યમાં ઉભા રહે છે. રેલવે સ્ટેશનના એક છેડે રાજસ્થાનનું બોર્ડ છે અને બીજા છેડે મધ્યપ્રદેશ રાજ્યનું બોર્ડ લગાવવામાં આવ્યું છે.

2. નવાપુર રેલવે સ્ટેશન

આ રેલવે સ્ટેશન પણ બે રાજ્યોમાં વહેંચાયેલું છે. આ સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની સરહદ પર આવે છે. આ રેલવે સ્ટેશન સાથે જોડાયેલી બેન્ચ પર બેસતી વખતે મુસાફરોએ ધ્યાનમાં રાખવું પડશે કે તેઓ કયા રાજ્યમાં બેઠા છે. કારણ કે અડધી બેંચ મહારાષ્ટ્રના ભાગમાં અને અડધી બેંચ ગુજરાતના ભાગમાં રહેલી છે. સાથે એક અનોખી વાત એ પણ છે કે અહીં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી જેવી જુદી જુદી ભાષાઓમાં સુચનાઓ આપવામાં આવે છે.

જ્યારે આ સ્ટેશન બનાવવામાં આવ્યું ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને એક રાજ્ય હતા. આ નવાપુર સ્ટેશન યુનાઈટેડ મુંબઈ પ્રાંતનો ભાગ હતો. 1 મે, 1961 ના રોજ, મુંબઈ પ્રાંતનું વિભાજન થયું, પછી તેને બે રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહેંચવામાં આવ્યું. આ વહેચણીમાં નવાપુર સ્ટેશન બે રાજ્યો વચ્ચે આવ્યું અને ત્યારથી તેની એક અલગ ઓળખ બની ગઈ છે.

3. બેનામ રેલવે સ્ટેશન

પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક રેલ્વે સ્ટેશન છે જેનું કોઈ નામ નથી. આ રેલવે સ્ટેશન 2008 માં બાંકુરા-માસગ્રામ રેલવે લાઇન પર બનાવવામાં આવ્યું હતું, જે બર્ધમાન ટાઉનથી 35 કિમી દૂર છે. પછી આ સ્ટેશનને પણ એક નામ મળ્યું અને તે નામ રૈનાગઢ હતું પરંતુ રૈના ગામના લોકોને આ નામ પસંદ ન આવ્યું. આવી સ્થિતિમાં તેઓએ રેલવે બોર્ડને આ બાબતે ફરિયાદ કરી. ત્યારથી આ બાબતે ન તો કોઈ નિર્ણય આવ્યો અને ન તો આ સ્ટેશનને કોઈ નામ મળ્યું.

4. ઝારખંડનું નામ વગરનું સ્ટેશન

રાંચીથી ઝારખંડની રાજધાની તોરી જતી ટ્રેન એક સ્ટેશન પરથી પસાર થાય છે જેનું કોઈ નામ નથી. આ સ્ટેશન પર તમને કોઈ સાઈન બોર્ડ જોવા નહીં મળે. 2011 માં જ્યારે આ સ્ટેશન પરથી પહેલીવાર ટ્રેન ચલાવવામાં આવી ત્યારે રેલવેએ તેનું નામ બરકીચંપી રાખવાનું વિચાર્યું હતું, પરંતુ આ નિર્ણય બાદ તેમને કમલે ગામના લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કમલેના લોકોએ કહ્યું કે તેઓએ આ રેલવે સ્ટેશન માટે જમીન આપી હતી, તેમના ગામના લોકોએ તેના બાંધકામ માટે શ્રમ પણ કર્યો હતો, તેથી આ સ્ટેશનનું નામ કમલે હોવું જોઈએ. આ વિવાદ બાદ આ સ્ટેશનને આજ સુધી કોઈ નામ મળ્યું નથી.

5. અટારી

આપણા દેશમાં એક રેલ્વે સ્ટેશન એવુ પણ છે કે જ્યાં જવા માટે તમારી પાસે વિઝા હોવા જ જોઈએ. જો તમારી પાસે વિઝા નથી, અને તમે આ સ્ટેશન પર જશો તો તમને સજા થઈ શકે છે. ભારતમાં સ્થિત આ સ્ટેશન પર જવા માટે, તમારી પાસે પાકિસ્તાનનો વિઝા હોવો આવશ્યક છે. આ સ્ટેશન અમૃતસરનું અટારી રેલવે સ્ટેશન છે. ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત હોવાથી, આ સ્ટેશન હંમેશા સુરક્ષા દળોની કડક દેખરેખ હેઠળ રહે છે. જો કોઈ વિઝા વગર અહીં પકડાય તો તેની સામે 14 અલગ અલગ કાયદાના ભંગ બદલ કેસ નોંધાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments