અરબી સમુદ્રમાં આવેલો ભારતનો એક સુંદર પડોશી દેશ દરિયામાં ડૂબી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આવનારા કેટલાક વર્ષોમાં આ દેશના 1000 થી પણ વધુ નાના ટાપુઓ દરિયા દ્વારા ડૂબી જશે. આ દેશ તેના ટાપુઓની સુંદરતાને કારણે વિશ્વભરના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થાન છે. પરંતુ વિશ્વનો આ એકમાત્ર દેશ છે, જ્યાં, સમુદ્રમાં ડૂબી જવાનો ભય રહે છે.
માલદીવનો દરિયા કિનારો વિશ્વભરમાં ‘લક્ઝરી બીચ’ તરીકે જાણીતો છે. અહીં દરિયા કિનારાની સુંદરતા ખરેખર જોવાલાયક છે. માલદીવમાં સમુદ્રનું વાદળી પાણી અને અહીં આવેલા રીસોર્ટ કોઈપણને આકર્ષિત કરે છે. પરંતુ એક અહેવાલ મુજબ, માલદીવનો આશરે 80 ટકા વિસ્તાર સમુદ્ર સપાટીથી ખૂબ જ નજીક આવી ગયો છે.
બીબીસીના એક અહેવાલ મુજબ, માલદીવમાં લગભગ 1200 એવા ટાપુઓ છે જે ખૂબ જ ઝડપથી પાણીની અંદર ડૂબી શકે છે. આ વાતનો ઉલ્લેખ વર્લ્ડ બેંકના માલદીવના વાઇસ પ્રેસિડેન્ટ વહીદ હસન દ્વારા પણ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમે વિશ્વના એવા દેશોમાં છીએ, જ્યાં ખરેખર ડૂબી જવાનું જોખમ વધારે રહેલું છે.
બદલાતા વાતાવરણને કારણે વિશ્વભરમાં સમુદ્રની સપાટીમાં વધારો થયો છે. માલદીવના ટાપુઓ ખૂબ નીચા છે. વર્ષ 2008 માં તત્કાલીન રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીને પણ કહ્યું હતું કે તેઓ જમીન ખરીદવાની યોજના કરી રહ્યા છે જેથી ડૂબવાની સ્થિતિમાં દેશના નાગરિકોને ત્યાં મોકલી શકાય.
જો કે, માલદીવમાં જિયો એન્જિનિયરિંગ દ્વારા એક નવું શહેર વિકસાવવામાં આવી રહ્યું છે, જેને ‘સિટી ઓફ હોપ’ એટલે કે ‘હુલહુમાલ’ નામ આપવામાં આવ્યું છે. આ નવી જગ્યા માલેથી માત્ર 20 મિનિટના અંતરે આવેલું છે. આ નવું કૃત્રિમ ટાપુ હુલહુમાલનું લાખો મીટર પર રેતી નાખીને બનાવવામાં આવ્યો છે.