ભારતનું આ એક ગામ જ્યાં, કરવામાં આવે છે ચામાચીડિયાની પૂજા, જેને માનવામાં આવે છે શુભ..

અજબ-ગજબ

આખા વિશ્વમાં ચામાચીડિયાની તુલના નિશાચર જાતિ સાથે કરવામાં આવે છે, જેને ખરાબ માનવામાં આવે છે. ઘણા સમય પહેલા કેરલમાં ચામાચીડિયાથી નિપાહ વાયરસ ફેલાયો હતો, જેનાથી ઘણા લોકોનું મૃત્યુ થયું હતું. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ફેલાવવાનું કારણ પણ ચામાચીડિયાને જ માનવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે આપણા દેશમાં કેટલાક એવા ગામો પણ છે, જ્યાં લોકો ચામાચીડિયાની પૂજા કરે છે.

ચામાચીડિયાનું નામ સંભાળતા જ મનમાં અનેક પ્રકારનાં ખરાબ વિચારો આવવા લાગે છે. પરંતુ બિહારના વૈશાલી જીલ્લામાં એક એવું મંદિર છે, જ્યાં ચામાચીડિયાને ગ્રામ દેવતા માનીને તેની પૂજા કરવામાં આવે છે. અહીં લોકોનું માનવું છે કે ચામાચીડિયુ સંપન્નતાનું પ્રતિક છે. અને તે જ્યાં રહે છે ત્યાં ક્યારેય પણ પૈસા ઓછા થતાં નથી.

બિહારના વૈશાલી જીલ્લાના સરસી ગામમાં હજારોની સંખ્યામાં ચામાચીડિયા રહે છે. ચામાચીડિયાના કારણે જ આ ગામ પ્રખ્યાત થયુ છે. અહીં લોકો માને છે કે ચામાચીડિયા તેના આખા ગામની રક્ષા કરે છે. તેટલું જ નહીં, પરંતુ આ ગામડામાં ઘણી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ચામાચીડિયાને જોવા માટે આવે છે. સરસી ગામના લોકો માને છે કે ચામાચીડિયા જ્યારથી આવ્યા છે, ત્યારથી આ ગામમાં રોનક આવી છે. ગામના લોકો કોઈ શુભ કાર્ય કરતા પહેલા ચામાચીડિયાની પૂજા કરે છે.

સરસી ગામના લોકો કહે છે કે આ ચામાચીડિયાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. રાત્રે ગામમાં કોઈ બહારનો વ્યક્તિ આવી જાય, તો આ ચામાચીડિયા શોર કરવા લાગે છે.

સરસી ગામમાં જે તળાવના કિનારે પીપળ અને અન્ય ઝાડ પર ચામાચીડિયા બેસે છે, તે તળાવનું નિર્માણ વર્ષ 1402 માં રાજા શિવ સિહે કરાવ્યું હતું. અહી એક શિવાલય પણ છે. તળાવ અને વૃક્ષોની હરિયાળીથી સરાબોર આ એરીયો 50 એકર સુધી ફેલાયેલો છે. ગામના લોકો ચામાચીડિયાની પૂજા તો કરે જ છે પરંતુ, તેની સુરક્ષાનું પણ ધ્યાન રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *