આજના સમયમાં, સ્ત્રીઓ પુરુષો કરતા પણ શ્રેષ્ઠ કાર્ય કરે છે. આ સાથે, સ્ત્રીઓ ઘણા ક્ષેત્રોમાં પુરુષો કરતાં ઘણી આગળ છે. આજે અમે તમને ભારતની એવી મહિલા વૈજ્ઞાનિકો વિશે જણાવીશું કે, જેમણે વિશ્વભરમાં ભારતનું મૂલ્ય વધાર્યું છે. આજના સમયમાં વિજ્ઞાનને મોટી પ્રગતિ કરી છે અને મહિલા વૈજ્ઞાનિકોએ પણ તેમાં ઘણું યોગદાન આપ્યું છે. આવો જાણીએ ભારતીય મહિલા વૈજ્ઞાનિકો વિશે કે, જેમણે ઇતિહાસ રચી ભારતનું સન્માન વધાર્યું છે…
1) આનંદીબાઈ ગોપાલરાવ જોશી :-
આનંદીબાઈ ગોપાલરાવ જોશી ભારતના પ્રથમ મહિલા ચિકિત્સક હતા. આનંદીબાઈનાં લગ્ન ફક્ત 9 વર્ષની ઉંમરે થયાં હતાં. આનંદીબાઈ 14 વર્ષની ઉંમરે માતા બની ગયા હતા, પરંતુ દવાઓના અભાવને કારણે તેમના પુત્રનું નાની ઉંમરે અવસાન થયું હતું, ત્યારબાદ તેણે દવાઓ પર સંશોધન કરવાનું વિચાર્યું. તમને આ વાત સાચી નહીં લાગે કે, આનંદીબાઈના પતિ તેમના કરતા ઉંમરમાં 20 વર્ષ મોટા હતા. આનંદીબાઈના પતિએ તેમને વિદેશમાં દવાના અભ્યાસ માટે જવા પ્રેરણા આપી હતી. આનંદીબાઈએ પેન્સિલવેનિયાની મહિલા મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. પ્રતિકૂળ પરિસ્થતિમાં પણ આનંદીબાઈએ ક્યારેય હાર માની ન હતી.
2) જાનકી અમ્માલ :-
જાનકી અમ્માલને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. જાનકી અમ્માલ પદ્મ શ્રી પ્રાપ્ત કરનાર દેશની પ્રથમ મહિલા વૈજ્ઞાનિક હતા. તેમને 1977 માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. જાનકી અમ્માલે બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.
3) કમલા સોહોની :-
કમલા સોહોની એ પ્રોફેસર સી.વી. રમણના પ્રથમ મહિલા વિદ્યાર્થી હતા. કમલા સોહોની પી.એચ.ડી. મેળવનારી પ્રથમ ભારતીય મહિલા વૈજ્ઞાનિક હતા. કમલા સોહોનીએ શોધી કાઢ્યું કે છોડની દરેક પેશીઓમાં ‘cytochrome C’ નામનું એન્ઝાઇમ જોવા મળે છે.
4) અસીમા ચટર્જી :-
અસીમા ચટર્જી રસાયણશાસ્ત્રના કામો માટે ખૂબ પ્રખ્યાત હતા. અસીમા ચટર્જીએ 1936 માં રસાયણ વિષયમાં કોલકાતાની સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. એન્ટી-ઇપિલિપ્ટિક (વાઈના હુમલા) અને એન્ટી મેલેરિયા દવાઓ અસીમા ચટર્જી દ્વારા વિકસાવવામાં આવી હતી. અસીમા ચટર્જી પણ કેન્સર સંબંધિત સંશોધનમાં સામેલ હતા.