શું તમે જાણો છો કે, ભગવાન શિવએ કયા દેવતાઓને કયું કાર્ય સોંપ્યું છે.

0
651

હિન્દુ ધર્મમાં અનેક ગ્રંથો અને પુરાણો છે, બધામાં ગ્રથોમાં શિવપુરાણનું એક વિશેષ મહત્વ છે. શિવપુરાણ મુજબ ભગવાન શિવ પરબ્રહ્મ છે. સૃષ્ટિનું સર્જન, પાલન અને વિનાશ શિવ દ્વારા કરવામાં આવે છે. આ જ કારણ છે કે, બધા દેવો શિવની આજ્ઞાનું પાલન કરે છે. આવી શક્તિઓના કારણે શિવને મહાદેવ પણ કહેવામાં આવે છે. શિવપુરાણ અનુસાર, મહાદેવની આજ્ઞાથી વિવિધ દેવતાઓ બ્રહ્માંડના સંચાલનથી સંબંધિત વિવિધ કાર્યો કરે છે. આજે અમે તમને એ જણાવી રહ્યા છીએ કે, ભગવાન શિવએ કયા દેવતાને ક્યુ કામ સોંપ્યું છે?

1) બ્રહ્મા :-

બ્રહ્માજી ત્રિદેવોમાંના એક છે. ભગવાન શિવે બ્રહ્માજીને નવી સૃષ્ટિનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો છે.

2) વિષ્ણુ :-

ભગવાન વિષ્ણુ ત્રિદેવોમાંના એક છે. ભગવાન શિવની આજ્ઞા અનુસાર વિષ્ણુજીને સૃષ્ટિનું પાલન અને સર્જન અને સંહાર કરે છે.

3) ચંદ્રદેવ :- 

ચંદ્રદેવ તેમના કિરણોથી ઔષધિઓનું પોષણ કરે છે અને જીવંત લોકોને આનંદિત કરે છે.

4) ઇંદ્રદેવ :-

ભગવાન શિવના આદેશથી દેવરાજ ઇન્દ્ર દેવતાઓનું રક્ષણ કરે છે અને રાક્ષસોનો નાશ કરે છે.

5) કુબેરદેવ :-

કુબેરદેવ ભગવાન શિવના મિત્ર અને ઉત્તર દિશાના સ્વામી પણ છે. કુબેરદેવનું કામ ધનની રક્ષા કરવાનું છે

6) શેષનાગ :-

મહાદેવના આદેશથી શેષનાગે પૃથ્વીને પોતાના મસ્તક પર ધારણ કરી છે.

7) સૂર્ય દેવ :-

મહાદેવે તેમના ત્રણ ભાગો દ્વારા સૂર્યદેવને જગતનું પાલન અને વરસાદ વરસાવવાનું કામ સોંપ્યું છે.

8) વરુણ દેવ :-

વરુણ દેવ જળના સ્વામી છે. તેમનું કાર્ય જળને સુરક્ષિત કરવાનું અને દોષિત જીવોને સજા આપવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here