જાણો ભગવાન વિષ્ણુની 19 પૌરાણિક વાતો, જે તમે ક્યારેય નહીં સાંભળી હોય…

ધાર્મિક

1. ભગવાન વિષ્ણુને ‘નારાયણ’ કહેવામાં આવે છે કારણ કે, ભગવાન વિષ્ણુ સમગ્ર લોકના બધા જીવોનો આશ્રય છે.

2. ભગવાન વિષ્ણુ જ સર્વવ્યાપક પરમાત્મા છે. આ સમગ્ર વિશ્વ ભગવાન વિષ્ણુની શક્તિ દ્વારા સંચાલિત છે. તે નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે.

3. ભગવાન વિષ્ણુને ચાર હાથ છે. તે આ ચારેય હાથમાં અનુક્રમે શંખ, ચક્ર, ગદા અને કમળ રાખે છે.

4. જે લોકો પિતામ્બરધારી અને સુંદર કમળ જેવી આંખોવાળા ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન કરે છે, તે ભવ-બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

5. ‘મત્સ્ય અવતારપદ્મ પુરાણ’ના ઉત્તરાખંડમાં એક વર્ણન છે કે, ભગવાન વિષ્ણુ જ પરમાર્થ છે. તે બ્રહ્મા અને શિવ સહિત તમામ દેવો અને સમગ્ર સૃષ્ટિના પરમાત્મા છે.

6. બ્રહ્મા આ સુષ્ટિના સર્જક માનવામાં આવે છે અને શિવને સુષ્ટિના વિનાશક માનવામાં આવે છે. તો વિષ્ણુને સુષ્ટિના સંચાલનકર્તા માનવામાં આવે છે.

7. ભગવાન વિષ્ણુને નારાયણ, વાસુદેવ, પરમાત્મા, અચ્યુત, કૃષ્ણ, શાશ્વત, શિવ, ઈશ્વર અને હિરણ્યગર્ભ જેવા અનેક નામોથી બોલવવામાં આવે છે.

8. કલ્પની શરૂઆતમાં એકમાત્ર સર્વવ્યાપી ભગવાન નારાયણ જ હતા. તે જ સુષ્ટિની શરૂઆત કરે છે, તેનું પાલન કરે છે અને સુષ્ટીનો અંત કરે છે. તેથી ભગવાન શ્રી વિષ્ણુનું નામ ‘હરિ’ છે. મત્સ્ય, કુર્મ, વારાહ, વામન, હયાગ્રીવ અને શ્રીરામ-કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતારો છે.

9. ભગવાન શ્રી વિષ્ણુ ખૂબ જ દયાળુ છે. વિષ્ણુના શરણમાં જવાથી પરમ કલ્યાણ થઈ જાય છે.

10. જે ભક્ત ભગવાન વિષ્ણુના નામનું કીર્તન, દર્શન, વંદના, પૂજા અને પાઠ અને તેના ગુણોનું શ્રવણ કરે છે, તેના બધા પાપો નાશ થઈ જાય છે.

11. ભગવાન વિષ્ણુમાં અનેક ગુણો રહેલા છે, જેમાં તેમનો ભક્ત વત્સલતાનો ગુણ સર્વોચ્ચ છે. ભક્તો તેની જે ભાવનાથી પૂજા કરે છે, તે ભાવનાઓ ભગવાન વિષ્ણુ પૂર્ણ કરે છે.

12. મથુરાધ્રુવ, પ્રહલાદ, અજામિલ, દ્રૌપદી અને ગણિકા જેવા ઘણા ભક્તોનો તેમની કૃપાથી ઉદ્ધાર થયો.

13. ભક્ત વત્સલ ભગવાનને ભક્તોનું કલ્યાણ કરવામાં વિલંબ થઈ જાય, તો ભગવાન તેને પોતાની ભૂલ માને છે અને તેના માટે માફી માંગે છે. ધન્ય છે તેમના ભક્ત વત્સલતા.

14. મત્સ્ય, કૂર્મ, વારાહ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, વગેરેની કથાઓમાં ભગવાન વિષ્ણુની ભક્ત વત્સલતાનું અનોખું વર્ણન છે. તેઓ જીવોના કલ્યાણ માટે ઘણા સ્વરૂપો ધારણ કરે છે. 

15. વિષ્ણુધર્મોત્તર પુરાણમાં એવું વર્ણવવામાં આવ્યું છે કે, લવણ સમુદ્રની મધ્યમાં વિષ્ણુ લોક તેના પોતાના પ્રકાશથી પ્રકાશિત છે. તેમાં ભગવાન વિષ્ણુ વર્ષા ઋતુના ચારેય મહિનામાં શેષનાગ પર સુવે છે.

16. પદ્મ પુરાણના ઉત્તરાખંડના 228 માં અધ્યાયમાં ભગવાન વિષ્ણુના નિવાસસ્થાનનું વર્ણન કરવામાં આવ્યું છે.

17. દેવતાઓના સ્વામી પરમ પુરુષ ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મી સાથે અષ્ટદળ કમળના સિંહાસનની મધ્યમાં બિરાજમાન છે.

18. ભગવાન શ્રી વિષ્ણુની પ્રસન્નતા માટે ‘ૐ નમો નારાયણાય અને ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરવો જોઈએ.

19. ભૃગુ દ્વારા ત્રિદેવપરીક્ષાથી દેવતાઓ માનતા હતા કે વિષ્ણુ જ સર્વશ્રેષ્ઠ પરમાત્મા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *