Homeઅજબ-ગજબઆ છે ભારતના સૌથી ધનિક ભિખારી, કોઈ પાસે છે 2 ફ્લેટ, તો...

આ છે ભારતના સૌથી ધનિક ભિખારી, કોઈ પાસે છે 2 ફ્લેટ, તો કોઈ દર મહિને કમાય છે 75 હજાર રૂપિયા…

આજે અમે તમને ભારતના ટોચના પાંચ ભિખારીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમને તેમની આવક સાંભળીને આશ્ચર્ય થશે. તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે કોઈ ભિખારી પાસે આટલા પૈસા હોઈ શકે છે. દેશના આ ભિખારીઓ પાસે ઘણા પૈસા છે, જે તમારી પાસે ભાગ્યે જ હશે. સામાયિકમાં બહાર આવેલ અહેવાલ અનુસાર આ ભિખારીઓનાં નામ અને સંપત્તિ જણાવી છે. તો ચાલો જાણીએ આ ભિખારીઓના નામ અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.

પૈસા વાળા પાંચ ભિખારીની યાદીમાં પ્રથમ નામ મુંબઇના પરેલ ક્ષેત્રના ભિખારી ભરત જૈનનું છે. તેઓ દર મહિને ભીખ માંગીને લગભગ 75,000 રૂપિયા કમાય છે. તેઓ મુંબઈ જેવા શહેરમાં બે ફ્લેટ ધરાવે છે, જેની કુલ અંદાજિત કિંમત 1 કરોડ 40 લાખ છે.

આ ટોચની સૂચિમાં બીજું નામ કોલકાતાની લક્ષ્મીનું છે. કોલકાતામાં રહેતી લક્ષ્મી 16 વર્ષની ઉંમરથી ભીખ માંગતી હતી, અને વર્ષ 1964 થી તેણે ભીખ માંગીને લાખોની સંપત્તિ ઉભી કરી છે. લક્ષ્મી હજી ભીખ માંગી રહી છે અને તે દરરોજ ભીખ માંગીને 1 હજાર રૂપિયા કમાય છે.

ત્રીજા નંબરે મુંબઇની ગીતા આવે છે. રિપોર્ટ અનુસાર તેઓ મુંબઇના ચર્ની રોડ પાસે ભીખ માંગી રહ્યા છે અને ભીખ માંગીને તેઓએ એક ફ્લેટ ખરીદ્યો છે. તે ભીખ માંગીને દરરોજ 1500 રૂપિયા કમાય છે, એટલે કે તે દર મહિને 45 હજાર રૂપિયા કમાય છે.

ચોથા નંબર પર આવે છે ચંદ્ર આઝાદ જેમના બેંક ખાતામાં 8.50 લાખ રૂપિયા હતા, જ્યારે તેમની પાસે રોકડ 1.5 લાખ રૂપિયા હતી. ખરેખર, 2019 માં, ચંદ્ર આઝાદનું ટ્રેન અકસ્માત દરમિયાન મોત થયું હતું. જે બાદ પોલીસ તપાસમાં તેમની સંપત્તિ વિશે જાણવા મળ્યું હતું.

દેશનો પાંચમાં નંબરનો ધનિક ભિખારી બિહારનો પપ્પુ છે. અકસ્માતમાં પપ્પુનો પગ કપાઈ ગયો હતો, ત્યારબાદ તેણે રેલ્વે સ્ટેશનો પર ભીખ માંગવાનું શરૂ કર્યું હતું. તેઓ રાજધાની પટનાના પ્લેટફોર્મ પર ભીખ માંગવા જાય છે અને પપ્પુની સંપત્તિ લગભગ 1.25 કરોડ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments