Homeધાર્મિકભીમ તેમના મોટા ભાઈ યુધિષ્ઠિરના બંને હાથ કેમ બાળી નાખવા માંગતો હતો,...

ભીમ તેમના મોટા ભાઈ યુધિષ્ઠિરના બંને હાથ કેમ બાળી નાખવા માંગતો હતો, જાણો મહાભારતનું આ રહસ્ય…

તમે મહાગ્રંથ મહાભારત અને તેની સાથે સંકળાયેલા મુખ્ય પાત્રો, એટલે કે પાંચ પાંડવો વિષે જાણતા જ હશો. એવું કહેવામાં આવે છે કે, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ તેમના મોટા ભાઈ યુધિષ્ઠિરનું ખૂબ સન્માન કરતા હતા. પણ એક વાર ભીમ પોતાના મોટા ભાઈ યુધિષ્ઠિર પર એટલા ગુસ્સે થઈ ગયા કે, તે તેના બંને હાથને બાળી નાખવા માંગતા હતા. શું તમને ખબર છે કેમ ભીમે આવું કેમ કર્યું હતું? તેની પાછળ એક રહસ્યમય કથા છે.

એવું માનવામાં આવે છે કે, યુધિષ્ઠિર જ્યારે જુગારમાં દ્રૌપદીને હારી જાય છે, ત્યારે દ્રૌપદીને ભરી સભામાં લાવીને તેનું અપમાન કરવામાં આવ્યું હતું. આ જોઈને ભીમને ખૂબ ગુસ્સો આવ્યો. ભીમે યુધિષ્ઠિરને કહ્યું કે, જુગારમાં તમે જે પૈસા ગુમાવ્યા છે તેનાથી હું ગુસ્સે નથી, પણ તમે દ્રૌપદીને પણ દાવ પર લગાવી અને તેને પણ જુગારમાં હારી ગયા એ તમે ખૂબ જ ખોટું કાર્ય કર્યું છે.

ભીમ યુધિષ્ઠિરને કહે છે કે, દ્રૌપદી અપરાધ કરવાને યોગ્ય નથી. પરંતુ તમારા કારણે, આ દુષ્ટ કૌરવો તેમનું અપમાન કરી રહ્યા છે અને તે પણ એક ભરી સભામાં. ભીમે કહ્યું કે, દ્રૌપદીની આ સ્થિતિનું કારણ તમે જ છો, તેથી “હું તમારા બંને હાથને બાળી નાખીશ, જેનાથી તમે દ્રૌપદીને જુગારમાં હારી ગયા છો.”

ભીમે સહદેવને યુધિષ્ઠિરના બંને હાથને બાળી નાખવા માટે આગ સળગાવવાનું કહ્યું. પછી ભીમના આ ક્રોધને અર્જુને શાંત પડે છે અને તેને સમજાવે છે અને કહે છે કે, યુધિષ્ઠિરે ક્ષત્રિય ધર્મ અનુસાર જુગાર રમ્યો છે. તેમાં તેનો કોઈ દોષ નથી.

અર્જુનની વાત સાંભળી ભીમ શાંત થઈ જાય છે અને તે કહે છે કે, હું પણ આ વાત જાણું છે. જો હું આ વાત જાણતો ન હોત, તો મેં યુધિષ્ઠિરના બંને હાથ પહેલા જ બળપૂર્વક સળગાવી દીધા હોત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments